VIDEO: વિનેશ-પુનિયાએ કોંગ્રેસનો હાથ પકડતા સાક્ષી મલિક નારાજ? આપ્યું આ નિવેદન
એક બાજુ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા આખરે શુક્રવારે રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ

એક બાજુ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા આખરે શુક્રવારે રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. ત્યારે બીજીબાજુ વિનેશ અને પુનિયા કોંગ્રેસમાં જોડાતા રેસલર સાક્ષી મલિકનું નિવેદન સામે આવ્યું છે. સાક્ષી મલિકે કહ્યું, 'મને પણ ઓફર મળી હતી, પરંતુ આપણે ત્યાગ કરવો જોઈએ'
સાક્ષી મલિકે કહ્યું કે, 'મહિલાઓ માટે મારું આંદોલન આજે પણ જારી છે. મેં હંમેશા કુસ્તી વિશે વિચાર્યું છે, મેં કુસ્તીના હિતમાં કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશ. મને પણ મોટી ઓફર મળી હતી પરંતુ હું જે સાથે સંકળાયેલી છું, મારે અંત સુધી કામ કરવાનું છે. જ્યાં સુધી સંઘ સ્વચ્છ નહીં બને અને બહેન-દીકરીઓનું શોષણ બંધ ન થાય ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે.'
શું સાક્ષી વિનેશ અને બજરંગ માટે પ્રચાર કરશે?
શું સાક્ષી મલિક વિનેશ અને પુનિયા માટે ચૂંટણી પ્રચાર કરશે? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, 'હું સંપૂર્ણપણે બિનરાજકીય છું. હું કોઈ પક્ષ સાથે જોડાયેલી નથી કે હું કોઈ પક્ષ સામે લડી રહી નથી. 'મારી લડાઈ માત્ર એક જ વ્યક્તિ સામે હતી જે છે બ્રિજભૂષણ શરણ સિંહ. તેણે બહેન-દીકરીઓનું શોષણ કર્યું હતું. આ રીતે સ્પષ્ટ છે કે, મારી લડાઈ કોઈ રાજકીય પક્ષ સામે નથી. મને કોઈ રાજકીય પક્ષ પ્રત્યે કોઈ લગાવ કે નફરત નથી.
હરિયાણામાં ચૂંટણી ક્યારે થશે?
હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે પહેલા આ તારીખ 1 અને 4 ઓક્ટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો હતો.








