મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPLમાં સચિન તેંડુલકર પર શા માટે ન હતી લાગી બોલી? હરાજી પહેલા વધી ગયું હતું લલિત મોદી અને BCCIનું ટેન્શન

ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે આજનો દિવસ ખાસ છે. સચિન આજે 51 વર્ષના થઈ ગયો છે. તે 100 સદી ફ

IPLમાં સચિન તેંડુલકર પર શા માટે ન હતી લાગી બોલી? હરાજી પહેલા વધી ગયું હતું લલિત મોદી અને BCCIનું ટેન્શન

ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે આજનો દિવસ ખાસ છે. સચિન આજે 51 વર્ષના થઈ ગયો છે. તે 100 સદી ફટકાર અને 200 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. સચિન ક્રીજ પર આવે એટલે બોલર્સમાં ડરનો માહોલ છવાઈ જતો હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની બાદશાહત કાયમ કર્યાં બાદ સચિને IPLમાં પણ ધૂમ મચાવી. IPLની પહેલી સિઝન 2008માં રમાઈ હતી. જેના જનક લલિત મોદીને માનવામાં આવે છે.

જ્યારે સચિને IPLમાં તમામનું ટેન્શન વધાર્યું

2008માં પ્રથમ સિઝનથી અત્યાર સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ ધૂમ મચાવી દીધી છે. IPLના ફોર્મેટ મુજબ દરેક ખેલાડીની હરાજી થાય છે. પણ પહેલી સિઝનમાં IPL શરૂ થાય તે પહેલા લલિત મોદી અને BCCIને ડર હતો કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન અને અન્ય દિગ્ગજોની બોલી કેવી રીતે લગાવશે? સૌનું ટેન્શન વધી ગયું હતું ત્યારે લલિત મોદીએ ઉપાય શોધી કાઢ્યો અને સૂચન કર્યું કે સચિન સહિત અમુક ખેલાડીઓની હરાજી ન કરવામાં આવી. આ વાત BCCIને પસંદ આવી અને આ રીતે IPLનું સૌથી મોટું ટેન્શન દૂર થયું. 5 ખેલાડીઓને માર્કી પ્લેયર બનાવાયા. એટલે કે તેમને પહેલાથી જ અમુક ફ્રેન્ચાઈઝીએ પોતાની સાથે જોડી લીધા. જેમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ સામેલ હતા.

સચિન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ, સૌરવ ગાંગુલીને કોલકાતા નાઈટ રાઈડર્સ, વીરેન્દ્ર સહેવાગને દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), રાહુલ દ્રવિડને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને યુવરાજ સિંહને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) એ સાઈન કર્યાં હતા. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની સહિત અન્ય ખેલાડીઓએ હરાજીમાં જવાનો નિર્ણય કર્યો હતો.

સચિને IPLની 6 સિઝન રમી

સચિનને મુંબઈએ પહેલી જ સિઝનમાં સાઈન કર્યો હતો. આ માટે ફ્રેન્ચાઈઝીએ માસ્ટર બ્લાસ્ટરને એક સિઝન માટે 4 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા ફી આપી હતી. 2010 સિઝન સુધી સચિનનીઆ ફી રહી હતી. જે બાદ તેની ફી વધારીને 8 કરોડ 28 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. સચિને 2013 સિઝન બાદ IPLમાંથી સંન્યાસ લઈ લીધો હતો. સચિન IPL માં માત્ર મુંબઈ માટે રમ્યો હતો.

IPL સિઝન  ફી
2013 8,28,00,000
2012 8,28,00,000
2011 8,28,00,000
2010 4,48,50,000
2009 4,48,50,000
2008 4,48,50,000
કુલ કમાણી   38,29,50,000

જ્યારે હરાજીમાં ધોનીને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. આ માટે ફ્રેન્ચાઈઝીને 1.5 મિલિયન ડોલરની બોલી લગાવવી પડી હતી. જે તે સમયે રૂપિયાના હિસાબે 6 કરોડ રૂપિયા હતા. પહેલી સિઝનમાં દરેક ફ્રેન્ચાઈઝીને ઓક્શનમાં પોતાના તમામ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 20 કરોડ રૂપિયા મળ્યા હતા.

664 ઈન્ટરનેશનલ મેચ

સચિન તેંડુલકરે 664 ઈન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ 34,357 રન બનાવ્યા છે. આ દરમિયાન સચિને 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે. સચિન તેંડુલકરે બોલિંગમાં પણ કમાલ બતાવતા 201 વિકેટ પોતાના નામે કરી દીધી. વર્ષ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે વાનખેડેમાં ટેસ્ટ મેચ બાદ તેણે પોતાના શાનદાર કરિયર પર વિરામ લગાવવાની જાહેરાત કરી હતી.

ફોર્મેટ   મેચ  રન સદી બેવડી સદી  ફિફ્ટી
ટેસ્ટ 200 15,921 51 6 68
વનડે 463 18,426 49 1 96
ટી-20 ઈન્ટરનેશનલ  1 10 0 0 00
IPL  78 2334 1 0 13

આ સમાચાર શેર કરો