મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICC T20 World Cup માટે SAની ટીમ જાહેર, માર્કરમની આગેવાનીમાં કેશવ મહારાજ સહિત આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે દક્ષિણ આફ્રિકાની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 29 એપ્રિલ સોમવારના રોજ ન્યુઝીલેન્ડ ક્

ICC T20 World Cup માટે SAની ટીમ જાહેર, માર્કરમની આગેવાનીમાં કેશવ મહારાજ સહિત આ ખેલાડીઓને  મળ્યું સ્થાન

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે દક્ષિણ આફ્રિકાની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 29 એપ્રિલ સોમવારના રોજ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી હતી અને હવે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 30 એપ્રિલે ટીમની જાહેરાત કરી છે. એડન માર્કરમની કેપ્ટનશીપમાં ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નાન્દ્રે બર્જર અને લુંગી એનગિડી જેવા બોલરોને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સ્થાન આપ્યું છે. 
 
દક્ષિણ આફ્રિકાની વ્હાઈટબોલ ટીમના મુખ્ય કોચ રોબ વોલ્ટરે T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ મેગા ઈવેન્ટ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. એડન માર્કરામને પ્રથમ વખત ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરવાની તક મળી છે. તેને ઘણા સમય પહેલા T20I ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. બે અનકેપ્ડ ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે.

દક્ષિણ આફ્રિકાએ બે અનકેપ્ડ ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કર્યા છે, જેમાં બેટ્સમેન રેયાન રિકેલટન અને ઝડપી બોલર ઓટનીલ બાર્ટમેનનો સમાવેશ થાય છે. નંદ્રે બર્જર અને લુંગી એનગિડીના નામ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. એનગિડી છેલ્લા ઘણા સમયથી ટીમનો ભાગ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ ચિંતાનું કારણ બની રહ્યું છે. નાન્દ્રે બર્જર હજી એકદમ ફિટ નથી.

દક્ષિણ આફ્રિકા ટીમ - T20 વર્લ્ડ કપ 2024

એડન માર્કરમ (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, જેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડીકોક, વ્યોર્ન ફોર્ટ્યુઈન, રિજી હેન્ડ્રીક્સ, માર્કો યાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, કગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તજરેબ શમ્મી અને ટ્રિસ્ટન સ્ટબ્સ. 

આ સમાચાર શેર કરો