IPL 2025માં ફરી આવી ગયો છે RTM નિયમ, જાણો તેનાથી ટીમોને કેવી રીતે થશે ફાયદો
28 સપ્ટેમ્બરના રોજ, IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન એટલે કે વર્ષ 2025માં રમા

28 સપ્ટેમ્બરના રોજ, IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન એટલે કે વર્ષ 2025માં રમાનારી IPL માટે યોજાનારી મેગા ઓક્શન અંગે પ્લેયર રીટેન્શન પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કુલ 8 નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં એક જૂનો નિયમ રાઈટ ટુ મેચ એટલે કે RTM ફરી પાછો આવ્યો છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઓક્શન વખતે કોઈપણ ફ્રેન્ચાઈઝી તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે.
RTM નિયમ શું છે?
રાઈટ ટુ મેચનો નિયમ સૌપ્રથમવાર 2018માં યોજાયેલી મેગા ઓક્શન દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આમાં, જો કોઈ ટીમ ઓક્શન પહેલા તેના કોઈપણ ખેલાડીને રિટેન કરવામાંમાં સક્ષમ નથી, તો ઓક્શન સમયે, તેને તેની ટીમમાં પાછા લેવાની તક મળશે, પરંતુ આ માટે, તે દરમિયાન અન્ય ફ્રેન્ચાઈઝીએ તે ખેલાડી માટે જેટલી બોલી લગાવી હશે તેટલી કિમત ચૂકવવી પડશે.. આ કિંમત તે ખેલાડીની અગાઉની કિંમત કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, ધારો કે મુંબઈ ઈન્ડિયન્સ મેગા ઓક્શન પહેલા ઈશાન કિશનને રિટેન કરવામાં અસમર્થ હોય અને પંજાબ કિંગ્સની ટીમ તેને ઓક્શન સમયે ખરીદે છે, તો આવી સ્થિતિમાં મુંબઈને પાસે ઈશાનને ટીમમાં લેવા માટે RTM કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે જોકે, આ સમયગાળા દરમિયાન પંજાબ કિંગ્સે ઈશાન માટે જેટલી બોલી લગાવી છે તેટલી જ રકમ મુંબઈએ પોતાના પર્સમાંથી ખર્ચવી પડશે.
જો 6 ખેલાડીઓ રિટેન કરવામાં આવે તો RTMનો વિકલ્પ નહીં મળે
IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા નવા રીટેન્શન નિયમ મુજબ, જો કોઈ ફ્રેન્ચાઈઝી 5 કેપ્ડ અને એક અનકેપ્ડ સહિત 6 ખેલાડીઓનો સમાવેશ કરવાનું નક્કી કરે છે, તો તેને મેગા ઓક્શન દરમિયાન એક પણ RTMનો ઉપયોગ કરવાની તક મળશે નહીં . આ વખતે નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધુમાં વધુ 6 ખેલાડીઓમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની પસંદગી કરી શકાય છે.






