મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત શર્માની પત્ની રીતિકાએ પેલેસ્ટાઈનના સમર્થનમાં મૂકી સ્ટોરી, લોકોએ ટ્રોલ કરતા ડિલીટ કરી

સોશિયલ મીડિયા પર 'All Eyes On Rafah' નામથી સ્ટોરી વાયરલ થઈ છે. આ સ્ટોરીને અનેક ઈન્ટરનેટ યુઝર્સે શેર કરી છે.

રોહિત શર્માની પત્ની રીતિકાએ પેલેસ્ટાઈનના સમર્થનમાં મૂકી સ્ટોરી, લોકોએ ટ્રોલ કરતા ડિલીટ કરી

સોશિયલ મીડિયા પર 'All Eyes On Rafah' નામથી સ્ટોરી વાયરલ થઈ છે. આ સ્ટોરીને અનેક ઈન્ટરનેટ યુઝર્સે શેર કરી છે. તેમાં ઘણા ભારતીય સેલિબ્રિટી પણ સામેલ છે. વરુણ ધવન, તૃપ્તિ ડિમરી સહિત અનેક લોકોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈન્સ્ટાગ્રામ પર આ સ્ટોરી શેર કરી છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહે પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી. જોકે, બાદમાં આ સ્ટોરી ડિલીટ કરી દીધી. પરંતુ હવે આ સ્ટોરીને લઈને રીતિકા ટ્રોલ થઈ રહી છે. 

રોહિત શર્માની પત્ની રીતિકા થઈ ટ્રોલ

કેટલાક યૂઝર્સે કહ્યું કે, શું રીતિકાએ ક્યારેય આવું કાશ્મીરી પંડિતોના સમર્થનમાં કર્યું છે? શું તેણે ક્યારેય પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ અંગે વાત કરી છે? જોકે, બીજી તરફ કેટલાક ઈન્ટરનેટ યૂઝર્સ એવા પણ છે જેઓ રીતિકાની આ પોસ્ટનું સમર્થન કરતા નજર આવી રહ્યા છે. તેમણે રીતિકાની પ્રશંસા કરી છે. રીતિકા પોતાની ઈન્સ્ટા સ્ટોરીના કારણે આજે પણ ચર્ચામાં રહી અને X પર તેનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું છે. 

ઈઝરાયલી હુમલામાં 45 પેલેસ્ટિનિયનોના મોત 

ગાઝાના રફાહમાં શરણાર્થી શિબિરો પર રવિવારે રાત્રે થયેલા ઈઝરાયલી હુમલામાં 45 પેલેસ્ટિનિયનોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ છે. મીડિયા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં ઈઝરાયલના ચાલી રહેલા યુદ્ધ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરનારી 'All Eyes On Rafah' તસ્વીરને ઈન્સ્ટાગ્રામ પર 24 કલાકથી ઓછા સમયમાં 3 કરોડથી વધુ વખત શેર કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો