મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત શર્માના પુત્રના નામનો થયો ખુલાસો, પત્ની રિતિકા સજદેહે શેર કર્યો આ ખાસ ફોટો

ભારતીય કેપ્ટન રોહિત શર્માના પુત્રનું નામ શું છે? આ સવાલનો જવાબ મળી ગયો છે. જન્મના 15 દિવસ સુધી, રોહિત શર્મા અને રિતિકા સજ

રોહિત શર્માના પુત્રના નામનો થયો ખુલાસો, પત્ની રિતિકા સજદેહે શેર કર્યો આ ખાસ ફોટો

ભારતીય કેપ્ટન રોહિત શર્માના પુત્રનું નામ શું છે? આ સવાલનો જવાબ મળી ગયો છે. જન્મના 15 દિવસ સુધી, રોહિત શર્મા અને રિતિકા સજદેહના પુત્રનું નામ શું છે તે કોઈને ખબર ન હતી, પરંતુ રિતિકાએ એક ખાસ ફોટો શેર કરીને જણાવ્યું છે કે તેના પુત્રનું નામ શું છે. તેની ઇન્સ્ટામાં તેણે એક ફોટો શેર કર્યોછે જેમાં તેણે ક્રિસમસ થીમ દ્વારા જણાવ્યું છે કે તેના પુત્રનું નામ 'અહાન' છે.

આ પણ વાંચો: સમગ્ર વિશ્વના ક્રિકેટ પર હવે 'જય શાહ'નું રાજ, ચેમ્પિયન્સ ટ્રોફીના નિર્ણય પહેલા ICCની ખુરશી સંભાળી

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા 15 નવેમ્બરે બીજી વખત પિતા બન્યો હતો. તેમની પત્ની રિતિકા સજદેહે એક પુત્રને જન્મ આપ્યો હતો. આ જાણકારી ખુદ કેપ્ટન રોહિત શર્માએ આપી હતી. પુત્રના જન્મના એક દિવસ પછી, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે અમારો પરિવાર હવે ચાર લોકોનો બની ગયો છે. હવે 1 ડિસેમ્બર, 2024ના રોજ, આ માહિતી સામે આવી છે કે રોહિત શર્માના પુત્રનું નામ અહાન છે. આ વાત રિતિકાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં જણાવી છે.

આ ખાસ ફોટોમાં ક્રિસમસ થીમ આધારિત મૂર્તિ છે, જેમાં એક પર Rits એટલે કે રિતિકા, બીજી પર Ro એટલે કે રોહિત શર્મા, ત્રીજી પર Sammy એટલે કે સમાયરા લખેલું છે અને ચોથી પર મૂર્તિ પર અહાન લખવામાં આવ્યું છે તે દર્શાવે છે કે રોહિત શર્માના પુત્રનું નામ અહાન રાખવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો રોહિત શર્મા

તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ મિસ કરી હતી. આ મેચમાં બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. તે પર્થટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો હતો અને હવે તે કેનબરામાં ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે ભારત માટે પ્રેક્ટિસ મેચ રમી રહ્યો છે. આ મેચ પિંક બોલથી રમાઈ રહી છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ પિંક બોલથી રમવાની છે. 

અહાન નામનો અર્થ શું છે?

અહાન નામનો અર્થ છે જાગૃતિ, ચેતના, પુનર્જન્મ અથવા નવી શરૂઆત. આ એક હિંદુ નામ છે અને તે ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેને ભગવાન વિષ્ણુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે. આ નામ સંસ્કૃત શબ્દ 'અહ' પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે 'જાગૃત કરવું'. એવું માનવામાં આવે છે કે અહાન નામના વ્યક્તિ હંમેશા નવી શરૂઆત કરે છે અને નવી તકો શોધે છે.

આ સમાચાર શેર કરો