Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma will break a 37-year-old record in first ODI against Afghanistan

VIDEO: અફઘાનિસ્તાન સામેની પહેલી ODI રમવા મેદાનમાં ઉતરતા જ ઈતિહાસ રચશે રોહિત શર્મા, 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની ODI સિરીઝ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સાબિત થવાની છે. ધર્મશાલામાં રમાનારી સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્મા મેદાન પર પગ મૂકતાની સાથે જ એક અનોખો ઈતિહાસ રચી દેશે. તે ભારત માટે ODI ક્રિકેટ રમનારો ઈતિહાસનો સૌથી વધુ ઉંમરનો ખેલાડી બની જશે. આ સાથે જ તે એક મોટો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરશે.

App Store

મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે

રોહિત શર્મા જ્યારે ધર્મશાલાના મેદાન પર અફઘાનિસ્તાન સામે મેચ રમવા ઉતરશે, ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને 44 દિવસની હશે. આ સાથે જ તે મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રહેલા મોહિન્દર અમરનાથે વર્ષ 1989માં ભારત માટે પોતાની છેલ્લી ODI મેચ રમી હતી, તે સમયે તેમની ઉંમર 39 વર્ષ અને 36 દિવસની હતી. હવે રોહિત શર્મા આ મામલે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વયોવૃદ્ધ ખેલાડી બની જશે.

રોહિત શર્મા તાજેતરમાં જ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ભારતીય ટીમ સાથે જોડાયો છે અને રમવા માટે સંપૂર્ણ સજ્જ છે. બીજી તરફ, ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેની વાપસી આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થવાની સંભાવના છે.

લક્ષ્ય હવે 2027નો ODI વર્લ્ડ કપ

T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માની નજર હવે આગામી વર્ષે એટલે કે 2027માં યોજાનારા 50 ઓવરના વર્લ્ડ કપ પર ટકેલી છે. રોહિત શર્માની અંતિમ ઈચ્છા ભારતને 2027નો વર્લ્ડ કપ જીતાડીને ODI ક્રિકેટમાંથી ગૌરવભરી વિદાય લેવાની છે. આ મેગા ઈવેન્ટ સુધી પોતાને ફિટ અને ફોર્મમાં રાખવા માટે રોહિત સખત મહેનત કરી રહ્યો છે. જોકે, IPL 2026 તેના માટે ખાસ સફળ નહતું રહ્યું, પરંતુ ODI ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વધતી ઉંમરને જોતા આગામી સમયમાં કોઈ પણ ગંભીર ઈજા કે ખરાબ ફોર્મ તેને ટીમની બહાર કરી શકે છે, જેથી તેણે ખૂબ જ સાવધ રહેવું પડશે.

બંને દેશોની ODI સ્ક્વોડ નીચે મુજબ છે

ભારતની ODI ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને હર્ષ દુબે.

અફઘાનિસ્તાનની ODI ટીમ

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, રહમત શાહ, ઇક્રમ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, અજમતુલ્લાહ ઓમરઝાઈ, રશીદ ખાન, નાંગ્યાલ ખારોટાઈ, એએમ ગઝનફર, જિયા ઉર રહમાન શરીફી, ફરીદ મલિક, બિલાલ સામી અને મોહમ્મદ સલીમ.