આજે રોહિત શર્મા રચશે ઈતિહાસ, ધોની બાદ IPLમાં આ કારનામું કરનાર બીજો ખેલાડી બનશે
આજે IPL 2024માં 33મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ પંજાબન

આજે IPL 2024માં 33મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોને માત્ર 2-2 જીત મળી છે જ્યારે 4-4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં CSK સામે શાનદાર સદી ફટકારનાર મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ફરી એકવાર રમતો જોવા મળશે. આ મેચ રોહિત માટે ખાસ છે, આ મેચમાં રોહિત એક નવો રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યો છે.
રોહિત શર્મા ઈતિહાસ રચશે
મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આજે IPLમાં પોતાની 250મી મેચ રમવા જઈ રહ્યો છે. જે બાદ રોહિત IPLમાં 250 મેચ રમનાર બીજો ખેલાડી બની જશે. આ પહેલા આ કારનામું ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ કર્યું હતું. IPLમાં 250થી વધુ મેચ રમનાર ધોની એકમાત્ર ખેલાડી છે.
ધોની અત્યાર સુધી IPLમાં 256 મેચ રમી ચૂક્યો છે. આ બંને ખેલાડીઓ પોતપોતાની ટીમ માટે પોતપોતાની કેપ્ટનશીપ હેઠળ 5-5 વખત IPL ખિતાબ જીતી ચૂક્યા છે. હવે એમએસ ધોની ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ CSK માટે રમી રહ્યો છે જ્યારે રોહિત હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમી રહ્યો છે.
રોહિત શર્મા IPLમાં અત્યાર સુધી 249 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેના નામે 6472 રન છે. IPLમાં રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 109 રન છે. આ સિવાય IPL 2024માં પણ રોહિત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી રોહિતે 6 મેચમાં 167ના સ્ટ્રાઈક રેટથી 261 રન બનાવ્યા છે. રોહિતે છેલ્લી મેચમાં CSK સામે શાનદાર સદી ફટકારી હતી. જોકે મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતી શકી ન હતી પરંતુ રોહિતે પોતાની બેટિંગથી ફેન્સના દિલ જીતી લીધા હતા.








