શું હવે વનડે અને ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લેશે રોહિત શર્મા? હિટમેને જણાવ્યો તેનો રિટાયરમેન્ટ પ્લાન
ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઈટલ જીતાડ્યા પછી, રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિ

ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઈટલ જીતાડ્યા પછી, રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને, એવી અટકળો છે કે તે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દેશે. જો કે, આ દરમિયાન, હિટમેને પોતે તેના રિટાયરમેન્ટ પ્લાન વિશે જણાવ્યું છે.
નોંધનીય છે કે BCCI સેક્રેટરી જય શાહે થોડા દિવસો પહેલા સ્પષ્ટ કર્યું હતું કે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (જો ભારત પહોંચે તો) અને ICC 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં જ રમશે. જોકે, જય શાહે 2027 ODI વર્લ્ડ કપ વિશે વાત કરી ન હતી. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે હિટમેન 2025 ચેમ્પિયન્સ ટ્રોફી સુધી જ ODI ફોર્મેટ રમશે. જો કે, હવે રોહિતે પોતે જ તમામ મૂંઝવણો દૂર કરી દીધી છે.
14 જુલાઈના રોજ ડલાસમાં આયોજિત એક ઈવેન્ટમાં જ્યારે રોહિત શર્માને ODI અને ટેસ્ટમાંથી નિવૃત્તિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે હિટમેને કહ્યું કે, તે બહુ આગળનું વિચારતો નથી, પરંતુ અત્યારે ફેન્સ તેને રમતા જોશે. કાર્યક્રમમાં હાજર ફેન્સ રોહિતનો જવાબ સાંભળીને ખુશ થઈ ગયા હતા.
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની
તમને જણાવી દઈએ કે 2021 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમ 2022 T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હારી ગઈ હતી. જોકે, હિટમેને 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતે 13 વર્ષ બાદ ICCનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ 2007 પછી બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.






