Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma came to Suryakumar Yadav's support after he lost the captaincy

VIDEO: સૂર્યકુમાર યાદવે કેપ્ટનશિપ ગુમાવ્યા બાદ તેના સપોર્ટમાં આવ્યો રોહિત શર્મા, કહ્યું- 'તેણે ક્યારેય હાર...'

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ રોહિત શર્માની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. રોહિત આ મુશ્કેલ સમયમાં સૂર્યાના સમર્થનમાં જોવા મળ્યો હતો. તેણે જણાવ્યું કે સૂર્યકુમાર યાદવ માટે આ સફરમાં કંઈપણ સરળ નથી રહ્યું.શનિવારે બપોરે BCCIએ શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે. સૂર્યાની કેપ્ટનશિપમાં ભારતે થોડા મહિના પહેલા જ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારત બેક-ટુ-બેક 2 T20 વર્લ્ડ કપ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો, આ ઉપરાંત ટીમ ઈન્ડિયા હોમ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી પણ પ્રથમ ટીમ બની હતી. આટલી શાનદાર સફળતા અપાવવા છતાં સૂર્યાને કેપ્ટન પદેથી હટાવી દેવાયો છે.

App Store

સૂર્યા સાથે પણ એવો જ વ્યવહાર થયો જેવો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે થયો હતો. રોહિત શર્માએ ભારતને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી, પરંતુ તે ટૂર્નામેન્ટના તરત જ બાદ તેની પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી અને શુભમન ગિલને વનડે (ODI) ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ સૂર્યાના સંઘર્ષને બિરદાવ્યો

શનિવારે 'T20 મુંબઈ લીગ' ના એક કાર્યક્રમ દરમિયાન વાતચીત કરતી વખતે રોહિત શર્માએ સૂર્યકુમારની સર્વોચ્ચ શિખર સુધીની સફર વિશે જણાવ્યું હતું કે, તેણે એ મહેનત અને સમર્પણને હાઇલાઇટ કર્યું જેના કારણે સૂર્યાને 30 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં જગ્યા મળી અને અંતે તેણે ટીમને T20 વર્લ્ડ કપ જીતાડ્યો.

રોહિતે કહ્યું, "મને પૂરી ખાતરી છે કે કંઈપણ સરળ નથી રહ્યું, ખાસ કરીને સૂર્યા માટે. જો હું ભૂલતો ન હોઉં તો તેણે 30 કે 31 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યુ કર્યું હતું, જેનો અર્થ એ છે કે, તેણે ક્યારેય હાર નહતી માની. તે હંમેશાં મેદાનમાં ટકી રહેવા માંગતો હતો અને જ્યારે તક મળી, ત્યારે તે તેને બંને હાથે ઝડપી લેવા માંગતો હતો, અને તેણે એવું જ કર્યું."

સૂર્યકુમાર યાદવની શાનદાર T20 કરિયર

સૂર્યાને કેપ્ટનશિપ પરથી હટાવવાની સાથે જ ભારતના T20I સેટઅપમાં એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. માર્ચ 2021માં ડેબ્યુ કર્યા પછી, મુંબઈના આ બેટ્સમેને 113 મેચોમાં 36.35ની એવરેજ અને 162.94ના સ્ટ્રાઈક-રેટથી 3,272 રન બનાવ્યા છે. તેના રેકોર્ડમાં 25 અડધી સદી અને 4 સદી સામેલ છે. આ આંકડાઓએ તેને વર્લ્ડ ક્રિકેટનો સૌથી ખતરનાક T20 બેટ્સમેન બનાવવામાં મદદ કરી છે.

સૂર્યાએ 2024ના T20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની કમાન સંભાળી હતી જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ આ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. તેની કેપ્ટનશિપમાં ભારત એકપણ નથી સિરીઝ હાર્યું. આ સિવાય ટીમ ઈન્ડિયાએ એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ પણ જીતી હતી. એશિયા કપમાં તો ભારતે પાકિસ્તાનને ફાઈનલ સહિત 3 વખત ધૂળ ચટાડી હતી.