Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Manav Suthar creates history in his Test debut

VIDEO: ડેબ્યુ ટેસ્ટમાં માનવ સુથારે રચ્યો ઈતિહાસ, 25 વર્ષ બાદ આ કારનામું કરનાર પહેલો ભારતીય બોલર બન્યો

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

માનવ સુથારે રવિવારે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે ત્રણ વિકેટ ઝડપી હતી. તે ચાલુ ટેસ્ટ મેચમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો, તેના સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ બે વિકેટ ઝડપી હતી. બેટથી યોગદાન આપ્યા બાદ સુથારે બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ડેબ્યુ મેચમાં પોતાની પહેલી ઓવરમાં જ વિકેટ ઝડપી અને આ સાથે જ તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. દિવસની રમત પૂરી થવા પર 15.5 ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે દિવસના છેલ્લા બોલ પર પણ વિકેટ લીધી હતી.

App Store

25 વર્ષ બાદ ભારતીય બોલરનો રેકોર્ડ

સુથારે પોતાની ટેસ્ટ કારકિર્દીના ચોથા બોલ પર વિકેટ લીધી. તેણે અફઘાનિસ્તાનના બેટ્સમેન અબ્દુલ મલિકને પવેલિયન ભેગો કર્યો, જે અગાઉના કેટલાક બોલ પર સંઘર્ષ કરી રહ્યો હતો. મલિક શરૂઆતના ત્રણ બોલ પર અસહજ દેખાયો અને ચોથા બોલ પર સ્વીપ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો. તેની વિકેટ લીધા બાદ ખેલાડીઓએ અભિનંદન આપ્યા હતા. આ સાથે જ તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તે ડેબ્યુ ટેસ્ટ મેચમાં પહેલી ઓવરમાં વિકેટ મેળવનારા ભારતનો 8મો બોલર બની ગયો છે. તે ભારતના ઈતિહાસમાં 2001 પછી આ પરાક્રમ કરનારો પહેલો બોલર બન્યો છે.

અગાઉ આ સિદ્ધિ મેળવનારા ભારતીય બોલર્સ

ડેબ્યુ ટેસ્ટમાં પહેલીવાર પહેલી ઓવરમાં વિકેટ લેવાનો રેકોર્ડ મોન્ટુ બેનર્જીના નામે છે. તેણે 1948માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ કમાલ કર્યો હતો. મનોહર હાર્ડીકરે વેસ્ટ ઈન્ડિઝ સામે 1958માં આવું કર્યું હતું. વામન કુમારે પાકિસ્તાન સામે 1961માં રમાયેલી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ચેતન શર્માએ 1984માં પાકિસ્તાન સામે અને ડબલ્યુ.વી. રમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 1988માં. નિલેશ કુલકર્ણીએ 1997માં અને પછી ટીનુ યોહાનાએ ઈંગ્લેન્ડ સામે 2001માં આ પરાક્રમ કર્યું હતું. આ પછી સુથાર પહેલા ગત 25 વર્ષોમાં કોઈપણ બોલર આ સિદ્ધિ નહતો હાંસલ કરી શક્યો.

સુથારની પરંપરાગત બોલિંગ સ્ટાઇલ

રાજસ્થાનના શ્રીગંગાનગરના 23 વર્ષીય સુથારની પરંપરાગત સ્ટાઇલ અને કલાત્મક રન-અપ જોવા લાયક હતો. એવા દોરમાં જ્યારે T20 ક્રિકેટના પ્રભાવથી સ્પિન બોલિંગ વિકેટ ઝડપવાની જગ્યાએ રન રોકવાનું હથિયાર બનતી જઈ રહી છે, સુથારે 'ફ્લાઇટ' અને 'ટર્ન' જેવા પાયાના ગુણોના જોરે અલગ છાપ છોડી. સુથારની 'ફ્લાઇટેડ' બોલને હવામાં વધારાનો સમય મળવાના કારણે બેટ્સમેનોને સતત પરેશાન કરી રહી હતી. તેની સૌથી મોટી વિશેષતા સતત એક સરખી લાઈન અને લેન્થ જાળવી રાખતા ટર્ન અને ઉછાળમાં વિવિધતા લાવવાની રહી.

ગુરબાઝ અને જઝઈને ચતુરતાથી આઉટ કર્યા

અબ્દુલ મલિક બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના પૂર્વ બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ (12) ને પણ તેણે ચતુરતાથી ફસાવ્યો. તેની ત્રીજી વિકેટ અફસરના રૂપમાં મળી. પિચ પર ટપ્પો પડ્યા બાદ બોલની ગતિ થોડી ધીમી થઈ ગઈ અને સુથારે સરળતાથી કેચ ઝડપી લીધો.