રોહિત શર્માએ ખરીદી Lamborghini Urus Se, ગાડીના નંબર સાથે છે આ 3 કનેક્શન

ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ Lamborghini Urus Se ખરીદી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ ફેન્સની નજર આ કારની નંબર પ્લેટ પર ટકેલી હતી. રોહિત શર્માની કારનો નંબર 3015 છે, જે અમ જ નથી લેવામાં આવ્યો પરંતુ તેની પાછળ એક ખાસ કારણ છે. આ નંબર સાથે 3 કનેક્શન છે.
રોહિત શર્મા પાસે પહેલા બ્લુ લેમ્બોર્ગિની કાર હતી, જેનો નંબર 0264 હતો. આ નંબર રોહિતની ODIમાં સૌથી મોટી ઈનિંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. રોહિતના નામે ODI ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ રમવાનો રેકોર્ડ છે, તેણે શ્રીલંકા સામેની મેચમાં 264 રન બનાવ્યા હતા. જોકે, રોહિતે આ કાર એક ફેન્ટસી એપ વિજેતાને આપી હતી.
રોહિત શર્માની લેમ્બોર્ગિની કારનો નંબર 3015 કેમ છે?
રોહિત શર્માની પુત્રીનું નામ સમાઈરા શર્મા છે, જે રોહિત અને રિતિકાનું પહેલું સંતાન છે. સમાઈરાનો જન્મ 30 ડિસેમ્બર 2018ના રોજ થયો હતો. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કારના પહેલા 2 નંબર તેના પર છે. 2024માં, રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો, રોહિતના પુત્રનો જન્મ 15 નવેમ્બરના રોજ થયો હતો. કારના છેલ્લા 2 નંબર પુત્રની જન્મ તારીખ પર છે. હવે આ બે નંબરો (30 + 15) ઉમેરવાથી 45 થાય છે, દરેક ક્રિકેટ ફેન જાણે છે કે આ તેનો જર્સી નંબર છે.
ભારતમાં રોહિત શર્માની નવી કારની કિંમત
રોહિત શર્માએ ઓરેન્જ કલરની Lamborghini Urus Se કાર ખરીદી છે. તેનું એન્જિન 620hp પાવરનું છે, જે 800Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત વિશે વાત કરીએ તો, ભારતમાં તેની એક્સ-શોરૂમ કિંમત 4.57 કરોડ રૂપિયા છે. આ SUV ઈલેક્ટ્રિક મોડમાં 60 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.
રોહિત શર્માની અન્ય લક્ઝરી કાર
- Mercedes-Benz S-Class- 1.50 કરોડ રૂપિયા
- Range Rover HSE LWB- 2.80 કરોડ રૂપિયા
- Mercedes GLS 400 D- 1.29 કરોડ રૂપિયા
- BMW M5- 1.99 કરોડ રૂપિયા
રોહિત શર્મા પાસે ઘણી લક્ઝરી કાર છે, જે ખૂબ મોંઘી છે. રોહિત શર્મા તાજેતરમાં જ ઈંગ્લેન્ડથી પાછો ફર્યો છે, તે તેના પરિવાર સાથે ત્યાં હતો. રોહિતે ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લીધી છે. તે હવે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે.

