વન ડેમાંથી પણ સંન્યાસ લઇ શકે છે રોહિત શર્મા-વિરાટ કોહલી, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી ODIમાંથી પણ સંન્યાસ લેવા જઇ રહ્યાં છે? આ સવાલ એક રિપોર્ટ આવ્યા બાદ ઉભો થયો છે. બન્ને દિગ્ગજ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી ચુક્યા છે અને તે હવે માત્ર વન ડે ફોર્મેટમાં જ રમે છે. ટેસ્ટ બાદ હવે વન ડે ટીમની કમાન યુવા ખેલાડીઓના હાથમાં સોપવામાં આવી છે જેને જોતા રોહિત શર્મા-વિરાટ કોહલીનું 2027ના વન ડે વર્લ્ડકપ રમવાનું સ્વપ્ન તૂટી શકે છે.
રોહિત શર્મા- વિરાટ કોહલી વન ડેમાંથી પણ લઇ શકે છે સંન્યાસ
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ એક સાથે આ ફોર્મેટન અલવિદા કહી દીધુ હતુ. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્મા-વિરાટ કોહલીએ એક અઠવાડિયામાં જ ટેસ્ટમાંથી પણ સંન્યાસ લઇ લીધો હતો.
ભારત હવે એશિયા કપમાં રમશે જે સપ્ટેમ્બરમાં ટી-20 ફોર્મેટમાં રમાશે. આ ટૂર્નામેન્ટ બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે વન ડે ટુર્નામેન્ટ રમશે જે ઓક્ટોબરમાં રમાશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સિરીઝ આ બન્ને ખેલાડીઓ માટે અંતિમ વન ડે સિરીઝ સાબિત થઇ શકે છે.
BCCIના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે જો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ પણ રમવું છે તો તેમણે વિજય હઝારે ટ્રોફીમાં રમવું પડી શકે છે. આ ટ્રોફી ડિસેમ્બરના અંતમાં શરૂ થશે.
મહત્ત્વપૂર્ણ છે કે બન્ને ખેલાડી આ વર્ષની શરૂઆતમાં રણજી ટ્રોફીની મેચમાં રમ્યા હતા કારણ કે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ BCCIએ નિર્ણય કર્યો હતો કે કોઇ કારણ વગર આંતરરાષ્ટ્રીય મેચ ના રમી રહેલા ખેલાડી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને મિસ કરી શકતા નથી. આ ટુર્નામેન્ટમાં પણ રોહિત અને વિરાટ કોહલીનું પ્રદર્શન સારૂં રહ્યું નહતું જે બાદ બન્નેએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઇ લીધુ હતું.
2027ના વન ડે વર્લ્ડકપની ટીમમાં ફિટ થતા નથી રોહિત શર્મા-વિરાટ કોહલી
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે આ બન્ને દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ક્રિકેટને ઘણુ યોગદાન આપ્યું છે. હવે યુવા ખેલાડીઓની લાઇન લાંબી છે અને પસંદગીકાર અને ટીમ મેનેજમેન્ટ 2027ના વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યું છે. આ રિપોર્ટમાં ટીમ મેનેજમેન્ટના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી વન ડે વર્લ્ડકપ ટીમ માટે અમારી રણનીતિમાં ફિટ થતા નથી.
રોહિત શર્માનું ODI કરિયર
મેચ- 273
રન- 11168
સર્વશ્રેષ્ઠ સ્કોર- 264
સદી- 32
અડધી સદી- 58
સિક્સર- 344
ફોર- 1045
વિકેટ- 9
વિરાટ કોહલીની ODI કરિયર
મેચ- 302
રન- 14181
સર્વશ્રેષ્ઠ સ્કોર- 183
સદી- 51
અડધી સદી- 74
સિક્સર- 152
ફોર- 1325
વિકેટ- 5

