Video: રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિન્સનો કેપ્ટન બન્યો

સોર્સ: gstv

હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય આઈપીએલના સૌથી સફળ ફ્રેન્ચાઈઝીને ન ફળ્યો. અંતે ફરીથી ટીમની કમાન ટીમ ઈન્ડિયાના સૌથી પોપ્યુલર નામ રોહિત શર્માને સોંપાઈ છે. પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે એક મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રોહિત શર્મા ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં જોડાઈ ગયા બાદ, મુંબઈ નવા કેપ્ટનની શોધમાં હતું. ત્યારે હવે ટીમે ફરી એકવાર પોતાના સૌથી સફળ કેપ્ટન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 163 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં ચેમ્પિયન્સ લીગના મુકાબલા પણ સામેલ છે. આ સમયગાળા દરમિયાન ટીમે 91 મુકાબલામાં જીત મેળવી છે અને 68 મુકાબલામાં હારનો સામનો કર્યો હતો. જ્યારે 4 મેચ ટાઈ પર સમાપ્ત થઈ. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સની જીતની એવરેજ 55 પોઈન્ટ 82 ટકા રહી છે. ઉલ્લેખનીય છે કે, 39 વર્ષીય રોહિત શર્માની કપ્તાનીમાં અગ્યાર  સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020 એમ 5 વખત IPLનું ટાઈટલ જીત્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત