Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Riyan Parag Fined after caught vaping in dressing room

VIDEO: રિયાન પરાગને ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરવું ભારે પડ્યું, રાજસ્થાનના કેપ્ટનને ફટકારવામાં આવ્યો દંડ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને IPL 2026 મેચ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સત્તાવાર રીતે સજા ફટકારવામાં આવી છે. તે પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતો જોવા મળ્યો હતો.

App Store

IPLની સત્તાવાર મીડિયા એડવાઇઝરી અનુસાર, પરાગે ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે આચારસંહિતાની કલમ 2.21નું ઉલ્લંઘન કર્યું છે, જે રમતને બદનામ કરે તેવા આચરણ સાથે સંબંધિત છે. આ ઘટના મેચની બીજી ઈનિંગ દરમિયાન બની હતી, જ્યારે પરાગ ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.

આ ઉલ્લંઘનને લેવલ 1 ગુનો ગણવામાં આવ્યો હતો, જેના પરિણામે તેની મેચ ફીના 25% દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો હતો. લેવલ 1 કેસ માટે ઔપચારિક સુનાવણીની જરૂર નથી.

એડવાઇઝરીમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરાગે તેની ભૂલ સ્વીકારી છે અને મેચ રેફરી અમિત શર્મા દ્વારા લાદવામાં આવેલી સજા સ્વીકારી છે.

આ મામલાની ગંભીરતાને જોતાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPLની વિશ્વસનીયતા અને શિસ્ત જાળવવા માટે વધુ કડક કાર્યવાહીના વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે.

નોંધનીય છે કે ભારતમાં 2019 થી ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિઓમાં, એક પ્રોફેશનલ ક્રિકેટર દ્વારા આવું કૃત્ય વિવાદને વધુ વેગ આપે છે.

રાજસ્થાન રોયલ્સે મેદાન પર મેચ જીતી હોવા છતાં, પરાગની ભૂલે ટીમની છબી પર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે શું તે આગામી મેચોમાં પોતાના પ્રદર્શનથી આ વિવાદને પાછળ છોડી શકશે કે નહીં.