ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો!, અચાનક મેદાન છોડીને બહાર જતો રહ્યો રિષભ પંત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરૂમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરૂમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે કીવી ટીમના ખેલાડીઓ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે દિવસની રમત પૂરી થાય તે પહેલા ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર રિષભ પંતને અચાનક મેદાન છોડીને પરત ફરવું પડ્યું હતું. તેના સ્થાને ધ્રુવ ઝરેલ વિકેટ કીપિંગ કરવા આવ્યો હતો.
પંતના જમણા ઘૂંટણમાં થઈ ઈજા
37મી ઓવરમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ તે મેદાનની બહાર જતો રહ્યો હતો. આ એ જ ઘૂંટણ છે જેનું કાર અકસ્માત બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ભારતના બેટરોનો ધબડકો
ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 2 રન બનાવીને આઉટ થયો હતો. તે બાદ સતત વિકેટ પડતી રહી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ (13), રોહિત શર્મા (2), વિરાટ કોહલી (0), સરફરાઝ ખાન (0), રિષભ પંત (20), કેએલ રાહુલ (0), રવિન્દ્ર જાડેજા (0), આર.અશ્વિન (0) રન બનાવીને આઉટ થયા હતા.
આ ખેલાડી ખાતું પણ ના ખોલાવી શક્યા
વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા અને 0 રન પર આઉટ થયા હતા.








