Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RCB's star player ruled out of IPL 2026

VIDEO: ક્વાલિફાયર 1 પહેલા RCBને લાગ્યો મોટો ઝટકો, ઈજાના કારણે સ્વદેશ પરત ફરી રહ્યો છે સ્ટાર ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફ મુકાબલા શરૂ થાય તે પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેમ્પમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. RCBનો સ્ટાર ઓલરાઉન્ડર જેકબ બેથેલ ડાબા હાથની આંગળીમાં ગંભીર ઈજાના કારણે ચાલુ IPLમાંથી બહાર થઈ ગયો છે. તે હવે વધુ સારવાર અને મેડિકલ ચેકઅપ માટે પોતાના વતન ઈંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે.

App Store

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાની વાત એ છે કે આગામી 4 જૂનના રોજ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે, અને બેથેલ તેમાં રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ સર્જાયું છે.

પંજાબ કિંગ્સ સામેની મેચમાં આંગળી ફ્રેક્ચર થઈ!

પંજાબ કિંગ્સ સામે રમાયેલી રોમાંચક મેચ દરમિયાન જેકબ બેથેલને ડાબા હાથની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી લીગ મેચ પણ નહતો રમી શક્યો. હવે RCB મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે પ્લેઓફની બાકીની મેચોમાં બેથેલ નહીં રમી શકે. 

ફિલ સોલ્ટની ગેરહાજરીમાં વિરાટ સાથે કરી હતી ઓપનિંગ

સ્ટાર ઓપનર ફિલ સોલ્ટ ઈંગ્લેન્ડ પરત ફર્યા બાદ RCBએ જેકબ બેથેલને વિરાટ કોહલી સાથે ઓપનિંગમાં ઉતાર્યો હતો. જોકે, બેથેલ આ સિઝનમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે રમેલી 7 મેચમાં માત્ર 96 રન બનાવ્યા હતા. તેમ છતાં, તેની વિસ્ફોટક ઓલરાઉન્ડ ક્ષમતા પ્લેઓફ જેવી મોટી મેચોમાં ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકી હોત, જે હવે નહીં જોવા મળે.

વેંકટેશ અય્યર પર મોટી જવાબદારી, નવો ઓપનિંગ પ્લાન

બેથેલ ઈજાગ્રસ્ત થતાં હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં કિંગ કોહલી સાથે વેંકટેશ અય્યર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. હવે ક્વાલિફાયર 1 જેવી મોટી મેચમાં પણ વેંકટેશ અય્યર જ વિરાટ સાથે ઓપનિંગની કમાન સંભાળે તેવી પૂરેપૂરી સંભાવના છે. RCB માટે હવે પ્લેઈંગ ઈલેવનનું બેલેન્સ જાળવી રાખવું મોટો પડકાર બની રહેશે.

26 મેના રોજ ધર્મશાલામાં ગુજરાત ટાઇટન્સ સામે મહાજંગ

IPL 2026ના પોઈન્ટ્સ ટેબલ મુજબ ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. આગામી 26 મેના રોજ હિમાચલ પ્રદેશ સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે ક્વાલિફાયર 1માં RCBનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સામે થવાનો છે. આ મેચ જીતનારી ટીમ સીધી જ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગ્રાન્ડ ફિનાલેમાં એન્ટ્રી મેળવશે.