મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

RCB એ કરી Women's Premier Leagueની ધમાકેદાર શરૂઆત, પેરી-રિચાએ રચ્યો ઈતિહાસ, ટીમને અપાવી સૌથી મોટી જીત

Women's Premier League: ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે WPLની ત્રીજી એડિશનની શરૂઆતની મેચમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન

RCB એ કરી Women's Premier Leagueની ધમાકેદાર શરૂઆત, પેરી-રિચાએ રચ્યો ઈતિહાસ, ટીમને અપાવી સૌથી મોટી જીત

Women's Premier League: ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે WPLની ત્રીજી એડિશનની શરૂઆતની મેચમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરી (57) અને ભારતીય વિકેટકીપર-બેટર રિચા ઘોષ (64*) ની વિસ્ફોટક ઈનિંગની મદદથી ઈતિહાસ રચ્યો છે.

વડોદરામાં રમાયેલી ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે પાંચ વિકેટના નુકસાને 201 રન બનાવ્યા હતા. જવાબમાં, RCB એ માત્ર 18.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ WPL ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ છે.

ગાર્ડનરનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ

ગુજરાત જાયન્ટ્સ માટે સિઝન બદલાઈ પરંતુ ટીમ હજુ પણ ટાર્ગેટ ડીફેન્ડ નથી કરી શકી. પ્રથમ બેટિંગ કરતા, ગુજરાતે 201 રનનો મોટો ટાર્ગેટ બનાવ્યો અને એક સમયે એવું લાગતું હતું કે આ ટાર્ગેટ ચેઝ કરવો અઘરો છે. ગુજરાતની કેપ્ટન એશ્લે ગાર્ડનરની ધમાકેદાર બેટિંગ (79) અને બોલિંગ (33/2) પણ ટીમને જીત ન અપાવી શકી.

RCBની ખરાબ શરૂઆત

આ રન ચેઝ રિચા ઘોષ (64*) અને એલિસ પેરી (57) ની વિસ્ફોટક ઈનિંગ્સને કારણે શક્ય બન્યો હતો. જોકે, 202 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમની શરૂઆત સારી નહતી રહી. ટીમે તેના બંને ઓપનરોની વિકેટ માત્ર 14 રનમાં ગુમાવી દીધી હતી.

પેરી-ઘોષની વિસ્ફોટક ઈનિંગ

આ પછી, પહેલા એલિસ પેરી અને પછી રિચા ઘોષે વિસ્ફોટક ઈનિંગ્સ રમી અને ટીમને નવ બોલ બાકી રહેતા ટાર્ગેટ સુધી પહોંચાડી દીધી. રિચાને કનિકા (30) નો સાથ મળ્યો અને તેમણે પાંચમી વિકેટ માટે અણનમ 93 રન ઉમેર્યા.

પેરીએ માત્ર 34 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. જ્યારે રિચા ઘોષે 27 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. કનિકા આહુજા 13 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 30 રન બનાવી અણનમ રહી હતી. આ ત્રણ ખેલાડીઓએ RCBને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

WPLનો સૌથી સફળ રન ચેઝ

રન ટીમ વિરોદ્ધી ટીમ વેન્યુ વર્ષ
202 બેંગ્લોર ગુજરાત વડોદરા 2025
191 મુંબઈ ગુજરાત દિલ્હી 2024
189 બેંગ્લોર ગુજરાત મુંબઈ (બ્રેબોર્ન) 2023
179 યુપી ગુજરાત મુંબઈ (બ્રેબોર્ન) 2023
172 મુંબઈ દિલ્હી બેંગ્લોર 2024

આ સમાચાર શેર કરો