મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રવીન્દ્ર જાડેજાએ શેર કરી લાગણીશીલ પોસ્ટ, માતા સાથેની તસ્વીરમાં શું લખ્યું જુઓ

ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ જીત્યો.જોકે, ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી,

રવીન્દ્ર જાડેજાએ શેર કરી લાગણીશીલ પોસ્ટ, માતા સાથેની તસ્વીરમાં શું લખ્યું જુઓ

ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ જીત્યો.જોકે, ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ચેમ્પિયન બન્યાના થોડા દિવસો બાદ જાડેજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જાડેજાએ તેની માતાનો સ્કેચ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મળેલ મેડલ અને હાથમાં ટ્રોફી પકડીને તેની માતાની બાજુમાં ઉભેલા જાડેજાનો સ્કેચ ખૂબ જ સુંદર છે. આ પોસ્ટ સાથે જાડેજાએ લખ્યું કે, હું મેદાન પર જે કંઈ પણ કરું છું તે બધું મારી માતાના માટે જ છે. 

રવીન્દ્રની માતાનું નિધન 2005માં થયું હતું 

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા આ સ્કેચમાં તેની માતા સાથે હાથમાં ટ્રોફી પકડીને જોવા મળે છે. આ પોસ્ટમાં જાડેજા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો કારણ કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહ્યા. રવીન્દ્રની માતાનું નિધન 2005માં થઈ ગયું હતું. 

આફ્રિકાને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું હતું

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. જેમાં જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો. જોકે, આ વર્લ્ડકપમાં જાડેજાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. 

આ સમાચાર શેર કરો