મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રવિન્દ્ર જાડેજાએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર, રોહિત - કોહલી બાદ ત્રીજા દિગ્ગજ ખેલાડીની ટી20માંથી નિવૃત્તિ

રવિન્દ્ર જાડેજાએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રવિન્દ્ર જાડેજાએ બાર્બાડોસમાં દક્ષ

રવિન્દ્ર જાડેજાએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર, રોહિત - કોહલી બાદ ત્રીજા દિગ્ગજ ખેલાડીની ટી20માંથી નિવૃત્તિ

રવિન્દ્ર જાડેજાએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રવિન્દ્ર જાડેજાએ બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યાના એક દિવસ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

એક પોસ્ટમાં કહ્યું "કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે છે કે હું T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહું છું. એક અડગ ઘોડાની જેમ ગર્વથી દોડી રહ્યો છું, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ અને અન્ય ફોર્મેટમાં પણ તે જ આપ્યું છે"

15 વર્ષની T20 કારકિર્દીને કર્યું અલવિદા

જાડેજાએ 10 ફેબ્રુઆરી 2009ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ ટી20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા.

જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી મેચ રમી હતી. આ મેચમાં જાડેજાએ બેટથી 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તે 12 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. એટલે કે તેની ડેબ્યૂ અને છેલ્લી મેચ લગભગ સમાન રહી છે.

રવિન્દ્ર જાડેજાના ફોર્મની વાત કરીએ તો 6 T20 વર્લ્ડ કપ રમવાનો સારો અનુભવ હોવા છતાં જાડેજા T20 વર્લ્ડ કપમાં કોઈ જાદુ નથી ચલાવી શક્યો. રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 11 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આમાં તેણે 13ની એવરેજ અને 98 ની સ્ટ્રાઈક રેટથી 102 રન બનાવ્યા છે. જાડેજાની સૌથી મોટી ઇનિંગ 26 રનની હતી. જાડેજાએ આ 11 ઇનિંગ્સમાં માત્ર એક સિક્સર ફટકારી હતી. આ T20 વર્લ્ડ કપની બે ઇનિંગ્સમાં તેના 7 રન છે. પાકિસ્તાન સામેની મેચમાં જાડેજા મોહમ્મદ આમિર સામે પહેલા જ બોલ પર આઉટ થયો હતો.

આ સમાચાર શેર કરો