IND vs BAN / કાનપુર ટેસ્ટમાં વિકેટ લેતા જ અશ્વિને રચ્યો ઈતિહાસ, આ મામલે અનિલ કુંબલેને પાછળ છોડ્યો
કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે લંચ બાદ રવિચંદ્રન અશ્વિને ભા

કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે લંચ બાદ રવિચંદ્રન અશ્વિને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. પહેલા દિવસે લંચ સુધી બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 74 રન હતો.
વરસાદના કારણે બીજું સેશન 15 મિનિટ મોડું શરૂ થયું હતું. સેશનની શરૂઆતમાં જ અશ્વિને કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સાથે અશ્વિને અનિલ કુંબલેને પાછળ છોડ્યો છે. તે હવે એશિયામાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે.
એશિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય
એટલું જ નહીં, તે એશિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય પણ બની ગયો છે. અશ્વિને અત્યાર સુધી એશિયામાં ટેસ્ટમાં 420 વિકેટ ઝડપી છે. બીજી તરફ અનિલ કુંબલેએ એશિયામાં ટેસ્ટમાં 419 વિકેટ લીધી હતી. એશિયામાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર મુથૈયા મુરલીધરન છે. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીએ 612 વિકેટ હાંસલ કરી હતી. આ યાદીમાં રંગના હેરાથ ચોથા સ્થાને અને હરભજન સિંહ પાંચમા સ્થાને છે.
એશિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલરો
- મુથૈયા મુરલીધરન - 612 વિકેટ
- રવિચંદ્રન અશ્વિન - 420* વિકેટ
- અનિલ કુંબલે - 419 વિકેટ
- રંગના હેરાથ - 354 વિકેટ
- હરભજન સિંહ - 300 વિકેટ
પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન
સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવ્યું હતું. આ મેચમાં બોલિંગની સાથે અશ્વિને બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અશ્વિને પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.
ભારતીય ઓલરાઉન્ડરે 133 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 11 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. અશ્વિને બાંગ્લાદેશની બીજી ઈનિંગમાં બોલ સાથે કમાલ કરી હતી. તેણે 21 ઓવરમાં 6 વિકેટ ઝડપી હતી.








