Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rajasthan's captain caught vaping during IPL match

VIDEO: IPLની મેચ દરમિયાન વેપિંગ કરતો ઝડપાયો રાજસ્થાનનો કેપ્ટન, હવે શું તેની સામે લેવાશે એક્શન?

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત બાદ એક નવો વિવાદ સર્જાયો છે. ટીમનો કેપ્ટન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈ-સિગારેટ) કરતા કેમેરામાં કેદ થઈ ગયો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

App Store

કેમેરામાં કેદ થઈ ગઈ ભૂલ

રાજસ્થાનની ટીમે 223 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડ્યો હતો, પરંતુ આ ભવ્ય જીત પર રિયાન પરાગની આ હરકતે પાણી ફેરવી દીધું છે. વાયરલ વીડિયોમાં પરાગ ડ્રેસિંગ રૂમમાં યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલની હાજરીમાં ઈલેક્ટ્રોનિક વેપ ડિવાઈસનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યો છે. પરાગે આ વાત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેમેરાની નજરથી બચી ન શક્યો.

BCCIના કડક નિયમો અને કાર્યવાહીની શક્યતા

IPLના શિસ્તભંગના નિયમો મુજબ ડ્રેસિંગ રૂમ કે ડગઆઉટમાં કોઈપણ પ્રકારનું સ્મોકિંગ કે વેપિંગ સખત રીતે પ્રતિબંધિત છે. આ મામલે હવે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તપાસ થઈ શકે છે. પરાગને ભારે દંડ, ચેતવણી અથવા મેચ બેનનો સામનો કરવો પડી શકે છે.

ભારતમાં કાયદો શું કહે છે?

ભારતમાં PECA (Prohibition of Electronic Cigarettes Act) 2019 હેઠળ ઈ-સિગારેટ અને વેપિંગ ડિવાઈસ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ કાયદા હેઠળ દંડ અને જેલની સજાની જોગવાઈ પણ છે.

રાજસ્થાન રોયલ્સ મુશ્કેલીમાં?

રાજસ્થાન રોયલ્સ માટે આ પહેલો વિવાદ નથી. અગાઉ ટીમના મેનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં ફોન વાપરવા બદલ 1 લાખનો દંડ થયો હતો. હવે કેપ્ટનની આ હરકતે ટીમના અનુશાસન પર સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ ટીમના કેપ્ટનના આવા વર્તન સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.