Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi broke Andre Russell and Abhishek Sharma's record in IPL

VIDEO: IPLમાં આવ્યું વૈભવ સૂર્યવંશીનું તોફાન, 15 વર્ષીય ખેલાડીએ તોડ્યો આન્દ્રે રસેલ અને અભિષેક શર્માનો રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં એવું તોફાન મચાવ્યું છે કે ક્રિકેટ જગતના દિગ્ગજો સ્તબ્ધ થઈ ગયા છે. સિઝનની 40મી મેચમાં પંજાબ કિંગ્સ સામે રમીને વૈભવે આ સિઝનમાં પોતાના 400 રન પૂરા કર્યા છે. આ સાથે જ તે IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલ રમીને 400 રન બનાવનાર વિશ્વનો નંબર 1 બેટર બની ગયો છે.

App Store

રસેલ અને અભિષેક શર્માના રેકોર્ડ ધ્વસ્ત

વૈભવે માત્ર 167 બોલમાં 400 રનનો આંકડો પાર કર્યો છે. આ મામલામાં તેણે આન્દ્રે રસેલ (188 બોલ), અભિષેક શર્મા (195 બોલ) અને નિકોલસ પૂરન (197 બોલ) જેવા વિસ્ફોટક બેટ્સમેનોને ઘણા પાછળ છોડી દીધા છે. એટલું જ નહીં, વૈભવે 230+ના સ્ટ્રાઈક રેટથી 400 રન બનાવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જે IPLના 2008થી 2025 સુધીના ઈતિહાસમાં કોઈ નથી કરી શક્યું.

ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ જોખમમાં

પંજાબ કિંગ્સ સામેની મેચમાં વૈભવે માત્ર 16 બોલમાં 5 સિક્સની મદદથી 43 રન ફટકાર્યા હતા. અત્યાર સુધી 9 મેચમાં જ તેના નામે 37 સિક્સ નોંધાઈ ગઈ છે. ક્રિસ ગેલના નામે એક સિઝનમાં સૌથી વધુ 59 સિક્સ (વર્ષ 2012) ફટકારવાનો રેકોર્ડ છે. વૈભવ પાસે હજુ 5 લીગ મેચો બાકી છે અને જો રાજસ્થાન પ્લેઓફમાં પહોંચશે તો તેની પાસે વધુ તક હશે. ગેલનો રેકોર્ડ તોડવા માટે તેને માત્ર 22 સિક્સની જરૂર છે.

અર્શદીપ અને ફર્ગ્યુસનની ધોલાઈ

વૈભવે આ મેચમાં પંજાબના સ્ટાર બોલર્સ અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન અને માર્કો યાનસમનની બરાબરની ક્લાસ લીધી હતી. હેલીકોપ્ટર શોટ ફટકારીને તેણે મેદાન ગજવી મૂક્યું હતું અને ફરી એકવાર 'ઓરેન્જ કેપ' પોતાના નામે કરી લીધી છે.