Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 MI vs SRH match preview

VIDEO: MI vs SRH / પ્લેઓફની રેસમાં ટકી રહેવા મુંબઈએ જીતવી પડશે આજની મેચ, વાનખેડેમાં હૈદરાબાદ સાથે થશે ટક્કર

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ન્ડિયન્સને જો આજે (29 એપ્રિલ) ઇન-ફોર્મ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં પોતાનું નસીબ બદલવું હોય તો તેણે રમતના દરેક પાસામાં સારું પ્રદર્શન કરવું પડશે.

App Store

મુંબઈ પોતાની પહેલી સાત મેચમાંથી પાંચ મેચ ગુમાવ્યા બાદ ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેને 103 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેની નેટ રન રેટ પર પણ અસર પડી છે.

મુંબઈની ચિંતાનો વિષય

મુંબઈની ચિંતા કેપ્ટન હાર્દિક પંડ્યા (ત્રણ વિકેટ અને 97 રન) અને સૂર્યકુમાર યાદવ (110 રન) નું નબળું પ્રદર્શન છે, જે ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ચાર ખેલાડીઓમાંથી બે છે. ગુજરાત ટાઈટન્સ સામે તિલક વર્માની સદીએ મુંબઈને તેની ચાર મેચની હારનો સિલસિલો તોડવામાં મદદ કરી હતી, પરંતુ ચેન્નાઈ સામેની કારમી હારે ફરી એકવાર તેના અભિયાનને વધુ મુશ્કેલીમાં મુકી દીધું છે.

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં ફક્ત બે વિકેટ લીધી છે. બુમરાહ મિડલ અને ડેથ ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે, પરંતુ છેલ્લી બે મેચમાં તેણે બોલિંગ ઓપનિંગ કરી કારણ કે અન્ય બોલર્સ મુંબઈને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ ગયા. ટ્રેન્ટ બોલ્ટ કે દીપક ચહર બંનેમાંથી કોઈ પણ તેમની આક્રમક બાજુ નથી દર્શાવી શક્યા.

મુંબઈના બોલર્સની નિષ્ફળતાએ વિરોધી ટીમને પાવરપ્લેમાં નિયંત્રણ મેળવવાની મંજૂરી આપી છે, જેનાથી મુંબઈને નુકસાન થયું છે.

રોહિતના વાપસીની રાહ જોવી

આ દરમિયાન, રોહિત શર્માની ગેરહાજરીએ એક ખાલી જગ્યા બનાવી છે. દાનિશ માલેવર, જેને તેની જગ્યાએ ઈનિંગ ઓપન કરવા માટે મોકલવામાં આવ્યો હતો, તે અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયો છે. ભૂતપૂર્વ કેપ્ટન રોહિત હેમસ્ટ્રિંગની સમસ્યામાંથી સ્વસ્થ થયા પછી સંપૂર્ણ ફિટનેસ મેળવશે કે કેમ તે જોવાનું બાકી છે.

ઈજાગ્રસ્ત મિચેલ સેન્ટનરના સ્થાને કેશવ મહારાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યા બાદ, વિલ જેક્સને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે કે નહીં તે જોવાનું બાકી છે. જેક્સે T20 વર્લ્ડ કપમાં સમાન પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હૈદરાબાદ સાવધ છે

સનરાઈઝર્સ સારી રીતે જાણે છે કે મુંબઈ પોતાની હારનો સિલસિલો તોડવા માટે કોઈ કસર નહીં છોડે. તેની આશા તેના બેટ્સમેન પર રહેશે, જેઓ વાનખેડે સ્ટેડિયમમાં બેટિંગ ફ્રેન્ડલી પરિસ્થિતિઓનો લાભ લેવાનો પ્રયાસ કરશે. પાછલી મેચમાં, સનરાઈઝર્સે વૈભવ સૂર્યવંશીની સદી છતાં રાજસ્થાન રોયલ્સ સામે જીત મેળવી હતી.

T20 વર્લ્ડ કપમાં નબળા પ્રદર્શન પછી અભિષેક શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે અને તેનો લાભ લેવાનો પ્રયાસ કરશે. તેણે અત્યાર સુધીમાં 212.29ના સ્ટ્રાઇક રેટ અને 54.28ની એવરેજથી 380 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.

ઇશાન કિશન (312) અને હેનરિક ક્લાસેન (349) એ પણ બેટથી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટીમને ટ્રેવિસ હેડ (186) પાસેથી વધુ અપેક્ષાઓ રહેશે, જેણે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન નથી કર્યું. કેપ્ટન પેટ કમિન્સની વાપસીએ સનરાઈઝર્સના બોલિંગ એટેકને મજબૂત બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ તેનાથી સાવધ રહેવું પડશે. સનરાઈઝર્સ હાલ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

IPL 2026 માટે બંને ટીમો

મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રયાન રિકેલ્ટન, રોબિન મિન્ઝ, દાનીશ માલેવાર, શેરફેન રધરફોર્ડ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રાજ બાવા, કોર્બીન બોશ, વિલ જેક્સ, મયંક રાવત, નમન ધીર, શાર્દુલ ઠાકુર, અશ્વિની કુમાર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર, ક્રિશ ભગત, એએમ ગઝનફર, કેશવ મહારાજ, મયંક માર્કંડે, મોહમ્મદ ઈઝહર, રઘુ શર્મા.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ પેટ કમિન્સ (કેપ્ટન), સલિલ અરોરા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, અનિકેત વર્મા, અભિષેક શર્મા, હર્ષ દુબે, ક્રેન્સ ફુલેટ્રા, લિયામ લિવિંગસ્ટોન, કામિન્દુ મેન્ડિસ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, શિવમ માવી, શિવાંગ કુમાર,અમિત કુમાર, ગેરાલ્ડ કોએત્ઝી, પ્રફુલ હિંગે, સાકિબ હુસૈન, દિલશાન મદુશંકા, ઈશાન મલિંગા, ઓમકાર તરનાલે, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી.