Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : These players may shine in IPL 2026, may get a place in Team India

IPL 2026ના આ ખેલાડીઓની ચમકી શકે છે કિસમત, ટીમ ઈન્ડિયામાં મળી શકે છે જગ્યા

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026ના આ ખેલાડીઓની ચમકી શકે છે કિસમત, ટીમ ઈન્ડિયામાં મળી શકે છે જગ્યા
સોર્સ : gstv

ભારતમાં અત્યારે IPL 2026ની ધૂમ મચી છે, જેમાં દરેક ટીમના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.  BCCI પણ આ ટુર્નામેન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, કારણ કે અહીં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ માટે ટીમ ઇન્ડિયાના દરવાજા ખોલી શકે છે. એક રિપોર્ટ અનુસાર, બોર્ડે ખાસ કરીને 5 એવા બોલરોની પસંદગી કરી છે જેમના પ્રદર્શનથી મેનેજમેન્ટ પ્રભાવિત છે. આ લિસ્ટમાં અનુભવી ખેલાડીઓની સાથે બે અનકેપ્ડ (જેઓ હજુ સુધી આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યા) ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

App Store

યુવા પ્રતિભાઓને ટીમ ઇન્ડિયામાં તક આપવા બોર્ડની ખાસ નજર

રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈએ આ સીઝનમાં 8 મેચમાં 11 વિકેટ ઝડપીને કમાલ કરી છે. જાન્યુઆરી 2026માં છેલ્લી મેચ રમનાર બિશ્નોઈની ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસી થવાના સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સના યુવા ઝડપી બોલર અશોક શર્માએ પોતાની તેજ ગતિથી સૌને પ્રભાવિત કર્યા છે. 6 મેચમાં 6 વિકેટ લેનાર આ અનકેપ્ડ ખેલાડી ટૂંક સમયમાં બ્લુ જર્સીમાં જોવા મળી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ખલીલ અહેમદ પણ આ રેસમાં સામેલ છે, જેણે આ સીઝનમાં ઈજા પહેલા શાનદાર સ્પેલ નાખ્યા હતા.

શાનદાર પ્રદર્શન કરનારા બોલરો ભારતની ટી20 ટીમમાં રમી શકે

આ ઉપરાંત, ગુજરાત જાયન્ટ્સના પ્રસિદ્ધ કૃષ્ણા અત્યારે પર્પલ કેપની રેસમાં છે. તેણે 7 મેચમાં 12 વિકેટ લઈને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લે, કેકેઆરના યુવા બોલર કાર્તિક ત્યાગીની સ્પીડ અને લાઈન-લેન્થ પણ ચર્ચાનો વિષય બની છે. મેનેજમેન્ટ સતત તેના પર નજર રાખી રહ્યું છે. જો આ પાંચેય ખેલાડીઓ પોતાનું પ્રદર્શન જાળવી રાખશે, તો આગામી ટી20 સીરીઝમાં તેમને ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવી શકે છે. આ ખેલાડીઓની મહેનત અને વ્યૂહનીતિ તેમને ભારતીય ક્રિકેટના આગામી સ્ટાર બનાવી શકે છે.