Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Punjab Kings set a record in match against Delhi Capitals

VIDEO: દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સે બનાવ્યો રેકોર્ડ, ઓપનર પ્રિયાંશ આર્યા પણ ચમક્યો

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહ સૌથી ખતરનાક ઓપનર રહ્યા છે. આ બંને બેટ્સમેનો વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. ધર્મશાલાના મેદાન પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આ બંનેએ પહેલી ઓવરમાં જ તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો. દિલ્હી માટે પહેલી ઓવર મિચેલ સ્ટાર્કે ફેંકી જેમાં પંજાબ કિંગ્સે 22 રન બનાવ્યા હતા.

App Store

પંજાબ કિંગ્સનો રેકોર્ડ

IPLના ઈતિહાસમાં પહેલીવાર પંજાબ કિંગ્સે પહેલી ઓવરમાં આટલા રન બનાવ્યા છે. આ પહેલા આ જ સિઝનમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પહેલી ઓવરમાં 21 રન બનાવ્યા હતા. ત્યારે દીપક ચહરની ધોલાઈ થઈ હતી. હવે સ્ટાર્કને ફટકારવામાં આવ્યો છે. IPLની કોઈપણ ઈનિંગની પહેલી ઓવરમાં પંજાબ કિંગ્સ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન 22 છે, ટીમે આ સિઝનની શરૂઆતમાં વાનખેડેમાં મુંબઈ સામે બનાવેલા 21 રનના રેકોર્ડને તોડી નાખ્યો.

પહેલી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ RRના નામે 

આ પંજાબ કિંગ્સનો IPLમાં પહેલી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. જો કે IPLના ઈતિહાસમાં પહેલી ઓવરમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના નામે છે. IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સે પહેલી ઓવરમાં 26 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સનો શરમજનક રેકોર્ડ

દિલ્હીએ IPLમાં બીજી વખત પહેલી ઓવરમાં આટલા રન આપ્યા છે. આ પહેલા IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સે પહેલી ઓવરમાં 23 રન આપ્યા હતા.

IPLમાં છઠ્ઠીવાર પહેલી બોલ પર લાગી સિક્સ

IPLના ઈતિહાસમાં આ પહેલા માત્ર પાંચ વખત એવું બન્યું હતું જ્યારે કોઈ બેટ્સમેને મેચના સૌથી પહેલા બોલ પર સિક્સ ફટકારી હોય. વિરાટ કોહલી, નમન ઓઝા, ફિલ સોલ્ટ અને યશસ્વી જયસ્વાલ એક-એક વાર આવું કરી ચૂક્યા હતા. પરંતુ પ્રિયાંશ આર્યા આવું 2 વાર કરનાર પહેલો બેટ્સમેન બન્યો છે. તેણે પહેલીવાર 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ અને હવે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આવું કરીને બતાવ્યું છે.