Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian team remains at number 1 in ODI in ICC rankings

VIDEO: ICCના રેન્કિંગમાં ભારતીય ટીમ ODIમાં નંબર-1 પર યથાવત્, પાકિસ્તાનને થયું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા જાહેર કરવામાં આવેલા ODI રેન્કિંગમાં ભારતીય ટીમે પોતાનું નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે. વાર્ષિક અપડેટ બાદ પણ ભારતીય ટીમ વિશ્વની સર્વશ્રેષ્ઠ ODI ટીમ તરીકે ઉભરી આવી છે. જોકે, આ વખતે ભારતની લીડમાં થોડો ઘટાડો થયો છે, જે હવે આગામી સમયમાં નંબર-1ના તાજ માટે જંગ વધુ રોમાંચક બનાવશે.

App Store

ભારત નંબર-1 પણ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ટેન્શન વધાર્યું 

ભારતીય ટીમ હાલ 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. જોકે, ટીમને 1 રેટિંગ પોઈન્ટનું નુકસાન થયું છે. બીજા સ્થાને ન્યુઝીલેન્ડ છે જે 113 પોઈન્ટ્સ સાથે ભારતથી માત્ર 5 પોઈન્ટ પાછળ છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 109 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. સૌથી મોટો ફેરફાર ચોથા અને પાંચમા ક્રમે જોવા મળ્યો છે, જ્યાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને પછાડીને ચોથું સ્થાન મેળવી લીધું છે.

પાકિસ્તાનને મોટું નુકસાન

સાઉથ આફ્રિકા હવે 102 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાન 98 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને ધકેલાઈ ગયું છે. અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકા (96) છઠ્ઠા, અફઘાનિસ્તાન (93) સાતમા, ઈંગ્લેન્ડ (89) આઠમા, બાંગ્લાદેશ (84) નવમા અને વેસ્ટ ઈન્ડિઝ (74) દસમા ક્રમે છે.

વર્લ્ડ કપ 2027 માટે સીધું ક્વોલિફિકેશન

આ રેન્કિંગ માત્ર આંકડા નથી, પરંતુ 2027ના વર્લ્ડ કપ માટે પણ અત્યંત મહત્ત્વના છે. 31 માર્ચ 2027 સુધીમાં ટોપ-8 માં રહેનારી ટીમોને સીધી એન્ટ્રી મળશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન હોવાથી પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આ રેન્કિંગમાં આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને પાછળ છોડીને 11મું સ્થાન મેળવ્યું છે, જ્યારે USA 13મા ક્રમે પહોંચી ગયું છે.

ભારતીય ટીમ હવે આવતા મહિનાથી અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ત્રણ મેચની ODIની સિરીઝ સાથે 2027 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશે. નંબર-1નું સ્થાન ટકાવી રાખવા માટે ભારત માટે હવે દરેક મેચ મહત્વની બની રહેશે.