મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL-2024: પંજાબ કિંગ્સ સામે ધરાશાયી થઈ ચેન્નાઈ સુપર કિંગ્સ, સાત વિકેટે હરાવીને જીતી લીધી મેચ

પંજાબ કિંગ્સની ટીમને હળવાશથી લેવી કોઈપણ માટે મોંઘી સાબિત થઈ શકે છે. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા

IPL-2024: પંજાબ કિંગ્સ સામે ધરાશાયી થઈ ચેન્નાઈ સુપર કિંગ્સ, સાત વિકેટે હરાવીને જીતી લીધી મેચ

પંજાબ કિંગ્સની ટીમને હળવાશથી લેવી કોઈપણ માટે મોંઘી સાબિત થઈ શકે છે. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા બાદ પંજાબે હવે ચેન્નાઈ સુપર કિંગ્સને પણ હરાવ્યું છે. મોટી વાત એ છે કે પંજાબે આ જીત ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં નોંધાવી હતી.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબને લક્ષ્ય હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. પંજાબે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સે ચૈનાઈ સુપર કિંગ્રસને  4 વખત હરાવ્યું


પંજાબની ટીમ ભલે મજબૂત દેખાતી ન હોય પરંતુ આ ટીમે છેલ્લી બે સિઝનમાં ચાર વખત ચેન્નાઈને હરાવ્યું છે. પંજાબે ચેન્નાઈને સતત 5મી વખત હરાવ્યું છે. આ સિઝનની વાત કરીએ તો પંજાબની ટીમનું પ્રદર્શન સતત સારું રહ્યું નથી,  પરંતુ આ ટીમે મજબૂત ટીમોને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધા છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈને હરાવીને આ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને પહોંચી ગઈ છે, તેના 10 મેચમાં 8 પોઈન્ટ છે.

ગાયકવાડની ઈનિંગ વ્યર્થ ગઈ


ચેન્નાઈની ધીમી પિચ પર પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કુરેને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. રહાણે અને ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 50 બોલમાં 64 રન જોડ્યા હતા. જોકે આ પછી ચેન્નાઈની 2 વિકેટ ઝડપથી પડી ગઈ હતી. શિવમ દુબે પ્રથમ બોલ પર અને રવિન્દ્ર જાડેજા માત્ર 2 રન બનાવીને આઉટ થયા હતા.

આ પછી સમીર રિઝવીએ સુકાની ગાયકવાડ સાથે મળીને ઈનિંગ સંભાળી હતી, પરંતુ આ દરમિયાન ચેન્નાઈએ 55 બોલમાં કોઈ બાઉન્ડ્રી ફટકારી ન હતી.  જો કે ગાયકવાડે 48 બોલમાં 62 રન ફટકાર્યા હતા. પરંતુ તેમ છતાં ચેન્નાઈની ટીમ સ્કોરબોર્ડ પર માત્ર 162 રન જ બનાવી શકી હતી. રાહુલ ચહરે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. હરપ્રીત બ્રારે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. પંજાબના આ બે સ્પિનરોએ જ ચેન્નાઈ સુપર કિંગ્સને મોટા સ્કોર સુધી પહોંચવા દીધી ન હતી.

આ સમાચાર શેર કરો