Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : prasiddh Krishna had to leave the field after being hit on the head by a ball

પ્રસિદ્ધ કૃષ્ણાનાં માથા પર બોલ વાગતા છોડવું પડ્યું મેદાન, જાણો હાલ કેવી છે સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
પ્રસિદ્ધ કૃષ્ણાનાં માથા પર બોલ વાગતા છોડવું પડ્યું મેદાન, જાણો હાલ કેવી છે સ્થિતિ
સોર્સ : GSTV

ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને આજે બુધવારે (24 સપ્ટેમ્બર) ઓસ્ટ્રેલિયા  A સામે ભારત A વતી બેટિંગ કરતી વખતે માથા પર બોલ વાગતા મેદાન પર ઢળી પડ્યો હતો. કૃષ્ણાને માથામાં ઈજા થવાના કારણે મેચ વચ્ચે બ્રેક આપવો પડ્યો હતો.

App Store

 પ્રસિદ્ધને હેલમેટ પર બોલ વાગ્યો 

ઇનિંગ્સની 39મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેનરી થોર્નટન બોલિંગ કરતી વખતે પ્રસિદ્ધના હેલમેટ પર બોલ વાગ્યો હતો. જેને લઈને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ચેક-અપ કર્યુ હતું. જેમાં કર્ણાટકના આ ફાસ્ટ બોલરે ચેકિંગ બાદ પણ બેટિંગ કરવાનું શરૂ રાખ્યું હતું, પરંતુ ત્રણ ઓવર પછી તેણે મેદાન છોડ્યું હતું. 

વિદર્ભના ફાસ્ટ બોલર યશ ઠાકુરને પ્રસિદ્ધના સ્થાને કોન્કશન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટીમના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "તે હાલમાં સ્વસ્થ છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. 

પ્રસિદ્ધની બોલિંગ સામાન્ય રહી 

જ્યારે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં પ્રસિદ્ધની બોલિંગનું પ્રદર્શન સામાન્ય રહ્યું. તેણે 17 ઓવરમાં 76 રન આપ્યા અને ઓપનર કેમ્પબેલ કેલાવેની એકમાત્ર વિકેટ લીધી. 29 વર્ષીય આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની સિરીઝ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.