પાકિસ્તાનને મોટો ઝટકો: PoK નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો કેમ લેવાયો નિર્ણય
ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવાની છે. પરિણામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટૂર્નામેન્ટની ટ્રોફી પ

ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવાની છે. પરિણામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટૂર્નામેન્ટની ટ્રોફી પાકિસ્તાનને મોકલી છે. આ ટ્રોફી ગુરુવારે (14 નવેમ્બર) ઇસ્લામાબાદ પહોંચી હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. તેઓ આ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મોકલી શકશે નહીં.
BCCIએ વાંધો ઉઠાવ્યા બાદ ICCનો આદેશ
પાકિસ્તાન સરકારે એક યોજના તૈયાર કરી હતી કે ટ્રોફીને 16 થી 24 નવેમ્બરની વચ્ચે સમગ્ર પાકિસ્તાનમાં લઈ જવામાં આવશે. તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના ત્રણ શહેરો, સ્કર્દુ, મુરી અને મુઝફ્ફરાબાદમાં લઈ જવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વાંધો ઉઠાવ્યા હતો. આ બાદ આઈસીસીએ પાકિસ્તાનને આદેશ આપવામાં આવ્યો છે કે આ ટ્રોફી હવે પીઓકેમાં લઈ જકાશે નહી.
ભારતે ધસીને પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી!
હાલમાં બીસીસીઆઈએ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ સાથે આ મામલે વાતચીત કરી હતી. જેમાં બીસીસીઆઈએ સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે. ભારતની વિદેશ મંત્રી એસ જયશંકર તાજેતરમાં જ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પરિણામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એવી આશા હતી કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન આવશે પરંતુ એક રિપોર્ટ પ્રમાણે ભારતે ધસીને પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી છે. તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે.








