મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પાકિસ્તાનમાં મેચ રમવા પર PCBએ BCCIને આપ્યો નવો પ્રસ્તાવ, શું ભારત હવે પાકિસ્તાન જશે?

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. ચેમ્પિયન ટ્રોફીને ગણતરીના મહિનાઓ જ બાકી છે પરંતુ ભારત પાકિસ્તાન જશે કે નહી

પાકિસ્તાનમાં મેચ રમવા પર PCBએ BCCIને આપ્યો નવો પ્રસ્તાવ, શું ભારત હવે પાકિસ્તાન જશે?

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. ચેમ્પિયન ટ્રોફીને ગણતરીના મહિનાઓ જ બાકી છે પરંતુ ભારત પાકિસ્તાન જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને ભારતીય ટીમને પાકિસ્તાનમાં પોતાની મેચ રમવા અંગે નવો પ્રસ્તાવ આપ્યો છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ભારત સરકારની મંજૂરી પર નિર્ભર છે. જો ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, તો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજાય તેવી શક્યતા છે. જોકે, બીજી તરફ પીસીબી કોઈને કોઈ રીતે ભારતની તમામ મેચો પાકિસ્તાનમાં આયોજિત કરવા માંગે છે અને આ માટે BCCIને નવો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

ક્રિકબઝના પ્રમાણે પીસીબીએ બીસીસીઆઈને એક પત્ર લખીને કહ્યું છે કે ભારત તેની તમામ મેચો પાકિસ્તાનમાં રમે.  મેચ રમ્યા બાદ તેઓ ચંદીગઢ અથવા દિલ્હી પાછા આવી જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમને સંપૂર્ણ સહયોગ આપશે.

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે 2008માં એશિયા કપ રમવા પાકિસ્તાન ગઈ હતી

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે 2008માં એશિયા કપ રમવા પાકિસ્તાન ગઈ હતી. ભારત અને પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે. પડોશી દેશ પાકિસ્તાન હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને ભારતને નીચે દેખાડવાનો પ્રયાસ કરતો રહ્યો છે, તો ભારતે પણ સમયાંતરે તેને જડબાતોડ જવાબ આપતો રહ્યો છે.

આ સમાચાર શેર કરો