Paris Paralympic 2024 / આજે પણ થઈ શકે છે મેડલનો વરસાદ, જાણો 7મા દિવસનું ભારતનું શેડ્યૂલ
પેરિસ પેરાલિમ્પિકનો છઠ્ઠો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય પેરાથલીટે 5 મેડલ જીતીને ભારતની મેડલ ટેલીમાં

પેરિસ પેરાલિમ્પિકનો છઠ્ઠો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય પેરાથલીટે 5 મેડલ જીતીને ભારતની મેડલ ટેલીમાં વધારો કર્યો છે. હવે ભારતના મેડલની સંખ્યા 20 થઈ ગઈ છે જેમાં 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારતે પેરાલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉ, પેરાલિમ્પિકમાં ભારતનું સૌથી સફળ પ્રદર્શન ટોક્યો પેરાલિમ્પિકમાં આવ્યું હતું જ્યાં ભારતીય પેરા એથ્લેટ્સે કુલ 19 મેડલ (5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ) જીત્યા હતા.
પેરિસ પેરાલિમ્પિકમાં 20 મેડલના આંકને સ્પર્શ કર્યા પછી, ભારત હાલમાં મેડલ ટેલીમાં 19મા સ્થાને છે. હવે 7મા દિવસે ભારતના ખાતામાં વધુ મેડલ આવવાની આશા છે. ભારતીય પેરા એથ્લેટ્સ સાઈકલિંગ, એથ્લેટિક્સ, પાવરલિફ્ટિંગ અને તીરંદાજીમાં મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.
સાતમા દિવસ માટે ભારતનું શેડ્યૂલ
પેરા સાઈકલિંગ
- મેન્સ C2 વ્યક્તિગત રોડ ટાઈમ ટ્રાયલ (મેડલ રાઉન્ડ): અરશદ શેખ - સવારે 11:57 કલાકે.
વિમેન્સ C1-3 વ્યક્તિગત રોડ ટાઈમ ટ્રાયલ (મેડલ રાઉન્ડ): જ્યોતિ ગડેરિયા - બપોરે 12:32 કલાકે.
પેરા શૂટિંગ
- મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 (ક્વોલિફિકેશન): નિહાલ સિંહ અને રુદ્રાંશ ખંડેલવાલ - બપોરે 1:00 કલાકે.
પેરા એથ્લેટિક્સ
- મેન્સ શોટ પુટ F46 (મેડલ રાઉન્ડ): મોહમ્મદ યાસર, રોહિત કુમાર અને સચિન સરજેરાવ - બપોરે 1:35 કલાકે.
- વિમેન્સ શોટ પુટ F46 (મેડલ રાઉન્ડ): અમીષા રાવત - બપોરે 3:17 કલાકે.
- મેન્સ ક્લબ થ્રો F51 (મેડલ રાઉન્ડ): ધરમબીર, પ્રણવ સુરમા અને અમિત કુમાર સરોહા - રાત્રે 10:50 કલાકે.
- વિમેન્સ 100 મીટર T12 (હીટ્સ): સિમરન - રાત્રે 11:03 કલાકે.
પેરા ટેબલ ટેનિસ
- વિમેન્સ સિંગલ્સ કેટેગરી ચાર (ક્વાર્ટર ફાઈનલ): ભાવિના પટેલ vs ઝોઉ યિંગ (ચીન) - બપોરે 2:15 કલાકે.
પેરા પાવરલિફ્ટિંગ
- મેન્સ 49 કિગ્રા (મેડલ રાઉન્ડ): પરમજીત કુમાર - બપોરે 3:30 કલાકે.
- વિમેન્સ 45 કિગ્રા (મેડલ રાઉન્ડ): સકીના ખાતૂન - રાત્રે 8:30 કલાકે.
પેરા તીરંદાજી
- મેન્સ રિકર્વ (પ્રી-ક્વાર્ટર-ફાઈનલ): હરવિંદર સિંઘ vs સેંગ લંગ-હુઇ (તાઇવાન) - સાંજે 5:49 કલાકે.






