ODI ક્રિકેટનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર, 12 વર્ષ પહેલા આજના દિવસે જ રોહિત શર્માએ રચ્યો હતો ઈતિહાસ

બરાબર 12 વર્ષ પહેલા ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ ODI ક્રિકેટમાં એક એવી ઈનિંગ રમી હતી જે તે સમયે અકલ્પનીય લાગતી હતી. રોહિતે એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી કોઈ નથી તોડી શક્યું. તેની પહેલા પણ કોઈ આવું નહતું કરી શક્યું. હિટમેનને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાને 12 વર્ષ થઈ ગયા છે, પરંતુ કોઈપણ તેની પાસેનથી પહોંચી શક્યું.
13 નવેમ્બર, 2014ના રોજ રોહિત શર્માએ ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ રમી હતી. તે ODI ક્રિકેટમાં 250 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. ઘણી ટીમોએ આટલો સ્કોર કર્યો હોય છે, પરંતુ એકલા રોહિત શર્માએ જ આટલા રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 173 બોલમાં 264 રનની ઈનિંગ રમી હતી, જેમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ODI ક્રિકેટમાં સૌથી મોટી ઈનિંગ છે. તે જ દિવસે, તેણે બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ODI ક્રિકેટમાં શ્રીલંકા સામે રોહિત શર્માની બેવડી સદી તેની પ્રથમ સફળતા હતી, તે ODI ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ સમયે ODI ક્રિકેટમાં કોઈપણ બે બેવડી સદી નહતું ફટકારી શક્યું. 2017માં, રોહિત શર્માએ પોતાની ત્રીજી બેવડી સદી ફટકારી, પોતાનો રેકોર્ડ વધુ મજબૂત બનાવ્યો અને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આજે પણ રોહિત શર્મા ત્રણ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.
13 નવેમ્બર, 2014ના રોજ, ટીમ ઈન્ડિયા પાંચ મેચની ODI સિરીઝની ચોથી મેચમાં શ્રીલંકા સામે રમી રહી હતી. ભારત પહેલાથી જ સિરીઝ જીતી ચૂક્યું હતું. ચોથી મેચમાં રોહિત શર્મા ઈજામાંથી પાછો ફર્યો હતો. શિખર ધવનના ડ્રોપ થયા પછી, તે ઓપનર તરીકે મેદાનમાં આવ્યો હતો. રોહિતે અજિંક્ય રહાણે સાથે ઈનિંગની શરૂઆત કરી. રહાણે વહેલા આઉટ થયો હતો, પરંતુ રોહિત શર્માએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એવી તબાહી મચાવી કે જેને શ્રીલંકાના બોલર્સ ક્યારેય ભૂલી નહીં શકે. વિરાટ કોહલીએ 66 રન બનાવ્યા હતા, પરંતુ રોહિત શર્માના બેટમાંથી યાદગાર ઈનિંગ આવી હતી. રોબિન ઉથપ્પા અને રોહિતે 128 રનની પાર્ટનરશિપ કરી હતી, જેમાંથી ઉથપ્પાએ ફક્ત 16 રન બનાવ્યા હતા.




