મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરે કરી રેમ્પ વોક, પોતાની અનોખી સ્ટાઇલથી જીત્યા લોકોના દિલ

તાજેતરમાં મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. હવે તેણે લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરીને બધાનુ

VIDEO / ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરે કરી રેમ્પ વોક, પોતાની અનોખી સ્ટાઇલથી જીત્યા લોકોના દિલ

તાજેતરમાં મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. હવે તેણે લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરીને બધાનું દિલ જીતી લીધું છે. મનુ ભાકર પહેલીવાર ફેશન શોમાં જોવા મળી હતી. આ ફેશન શોમાં મનુ ભાકર સુંદર અને મોર્ડન આઉટફિટમાં જોવા મળી હતી. જે ખાસ આ ઈવેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ પછી મનુ ભાકરે ફેશન શોમાં રેમ્પ વોક કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનુ ભાકરે કહ્યું કે આ અનુભવ અદ્ભુત હતો, જોકે હું નર્વસ હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

મનુ ભાકરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મનુ ભાકર ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેશન વીકમાં મનુ ભાકરની સુંદરતા અને સ્ટાઇલ એ લોકોના દિલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

મનુ ભાકરની સફર

તમને જણાવી દઈએ કે મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હરિયાણાના ઝજ્જર જિલ્લામાં જન્મેલા મનુ ભાકરની શૂટિંગમાં શાનદાર કારકિર્દી રહી છે. મનુ ભાકરે 14 વર્ષની ઉંમરે શૂટિંગને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું હતું. ત્યારપછી તેણે અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ સ્પર્ધાઓમાં પોતાની સ્કિલ સાબિત કરી છે.

જો આપણે મનુ ભાકરની કારકિર્દી પર નજર કરીએ તો તેણે 2017માં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિયન હીના સિદ્ધુને હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી તેણે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે યુથ ઓલિમ્પિક ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ પણ બની હતી.

આ સમાચાર શેર કરો