મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય ટીમને મોટો ઝટકો... વિશ્વના નંબર વન બેટ્સમેનને નેટ પ્રેક્ટિસ દરમ્યાન પહોંચી ઈજા

ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. હવે આ રાઉન્ડમાં ટીમનો પ્રથમ મુકાબલો

ભારતીય ટીમને મોટો ઝટકો...  વિશ્વના નંબર વન બેટ્સમેનને નેટ પ્રેક્ટિસ દરમ્યાન પહોંચી ઈજા

ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. હવે આ રાઉન્ડમાં ટીમનો પ્રથમ મુકાબલો 20 જૂને બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામે થશે, પરંતુ આ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ICC વર્લ્ડ T20 રેન્કિંગ નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. થ્રોડાઉનનો સામનો કરતી વખતે બોલ તેના હાથમાં અથડાયો હતો. આ પછી તરત જ ફિઝિયો આવ્યો અને સૂર્યાની સંભાળ લીધી.

 સૂર્યા દર્દમાં કણસી રહ્યો હતો 

આ દરમિયાન સૂર્યાને દર્દ થઈ રહ્યો હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, ફિઝિયોએ સૂર્યાને તાત્કાલિક સારવાર આપી હતી. જોકે  એક સારી વાત એ હતી કે સૂર્યાની ઈજા બહુ ગંભીર નહોતી. પેઇનકિલર સ્પ્રે પછી સૂર્યાકુમાર યાદવે ફરીથી ચાર્જ સંભાળ્યો અને બેટિંગ કરી હતી.

 મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખૂબ જ ટેન્શનમાં


જ્યારે સૂર્યા પ્રેક્ટિસ દરમ્યાન ઘાયલ થયો,ત્યારે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખૂબ જ ટેન્શનમાં જોવા મળ્યા હતા. દ્વવિડ સૂર્યા પાસે ઊભા જોવા મળ્યા હતા. આ દરમિયાન દ્રવિડે સૂર્યા અને ફિઝિયો બંને સાથે વાત કરી હતી.

ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને હાર્દિક પંડ્યા. .


રિઝર્વ ખેલાડીઓઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન

આ સમાચાર શેર કરો