Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Not Sachin Tendulkar or Virat Kohli, according to Brett Lee, this legend is the best cricketer of all time

સચિન તેંડુલકર કે વિરાટ કોહલી નહીં, બ્રેટ લીના મતે આ દિગ્ગજ છે ઓલ-ટાઈમ બેસ્ટ ક્રિકેટર

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સચિન તેંડુલકર કે વિરાટ કોહલી નહીં, બ્રેટ લીના મતે આ દિગ્ગજ છે ઓલ-ટાઈમ બેસ્ટ ક્રિકેટર
સોર્સ : gstv

ક્રિકેટના ઈતિહાસમાં 'ઓલ-ટાઇમ ગ્રેટ' ખેલાડી કોણ છે તે અંગે હંમેશાં રસપ્રદ ચર્ચાઓ થતી રહે છે. મોટાભાગના વિવેચકો અને દિગ્ગજો ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કે વિરાટ કોહલીને આ યાદીમાં ટોચ પર રાખે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીએ આ ચર્ચાને એક નવો જ વળાંક આપ્યો છે. બ્રેટ લીના મતે સચિન તેંડુલકર દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, પરંતુ જ્યારે 'ઓલ-ટાઈમ બેસ્ટ ક્રિકેટર' ની વાત આવે ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કેલિસ નંબર-1 સ્થાને આવે છે.

App Store

હાલમાં જ એક શોમાં વાત કરતી વખતે બ્રેટ લીએ જેક્સ કેલિસના અવિશ્વસનીય આંકડાઓની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે, "મારી નજરમાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકર છે. પરંતુ એક ઓવરઓલ ક્રિકેટર તરીકે જોવામાં આવે તો જેક્સ કેલિસથી મોટો કોઈ ખેલાડી નથી. તમે તેના આંકડા જુઓ, આંકડા ક્યારેય જૂઠું નથી બોલતા અને તેનો રેકોર્ડ અદભુત છે." નોંધનીય છે કે બ્રેટ લી અને જેક્સ કેલિસ IPL માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી એકસાથે રમી ચૂક્યા છે અને 2012માં ટાઈટલ જીતનારી ગૌતમ ગંભીરની ટીમનો પણ ભાગ હતા.

કેલિસ અને સચિનના અવિશ્વસનીય રેકોર્ડ્સ

જેક્સ કેલિસે 1995થી 2014 વચ્ચે દક્ષિણ આફ્રિકા માટે રમતા ટેસ્ટ ક્રિકેટમાં 13289 રન અને ODIમાં 11579 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે બોલિંગમાં ટેસ્ટમાં 292 વિકેટ અને ODIમાં 273 વિકેટ પણ ઝડપી છે. બીજી તરફ, 24 વર્ષ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સચિન તેંડુલકરે ટેસ્ટમાં 15921 રન અને ODIમાં 18426 રન બનાવીને બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે રાખ્યો છે.

વિરાટ કોહલીના ટીકાકારો પર બ્રેટ લીનો પ્રહાર

પોડકાસ્ટ દરમિયાન બ્રેટ લીએ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પણ મુક્તકંઠે વખાણ કર્યા હતા. વિરાટના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતા તેણે કહ્યું કે, પહેલીવાર વિરાટની આંખોમાં જોતા ત્યારે એક અલગ જ જુસ્સો અને પડકાર દેખાતો હતો. વિરાટના ફોર્મ પર સવાલ ઉઠાવતા આલોચકો પર નિશાન સાધતા બ્રેટ લીએ કહ્યું કે, "જો વિરાટ કોઈ એક-બે મેચમાં રન ન બનાવે તો લોકો કહેવા લાગે છે કે તેનો સમય પૂરો થઈ ગયો, જે સાવ બકવાસ વાત છે. તેનો અદ્ભુત રેકોર્ડ જુઓ, વિરાટમાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે."