મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

નીતિશ રેડ્ડીએ કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી, ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાખ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 સિરીઝની બીજી મેચ બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં

નીતિશ રેડ્ડીએ કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી, ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાખ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 સિરીઝની બીજી મેચ બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 221 રન બનાવ્યા હતા. પરિણામે બાંગ્લાદેશને મેચ જીતવા 222 રનનો ટાર્ગેટ આપ્યો છે.

રેડ્ડી અને રિંકુએ 100થી વધુ રનની કરી ભાગીદારી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. જોકે, બાદમાં નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહે આક્રમક બેટિંગ કરીને 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. 

નીતિશ કુમાર રેડ્ડીએ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી છે.  તેણે 27 બોલમાં હાફ સેન્ચુરી પુરી કરી હતી. જોકે, તે 34 બોલમાં 7 સિક્સ અને 4 ફોરની મદદથી 74 રન બનાવીને  મસ્તફિઝુર રહેમાનનો શિકાર બન્યો હતો. બાંગ્લાદેશ સામેની પ્રથમ T20માં ડેબ્યૂ કર્યું હતું.

રિંકુ સિંહ ફિફ્ટી ફટકારીને આઉટ

રિંકુ સિંહ પણ ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો. તેણે 29 બોલમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. 

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.

બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), પરવેઝ હસન ઈમોન, લિટન દાસ (વિકેટકીપર), ઝાકર અલી, તૌહિદ હૃદોય, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ અને મસ્તફિઝુર રહેમાન.

આ સમાચાર શેર કરો