ડાયમંડ લીગમાં નિરજ ચોપરાએ મેળવ્યું બીજું સ્થાન, આટલા મીટર દૂર ફેંક્યો ભાલો
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેની ખૂબ પ્રશંસા થઈ. જોકે, થોડા દિવસ પછી જ નીરજે ઓલિમ્પિકમાં ફેંકેલા થ્રો કરતાં વધુ એક થ્રો ફેંક્યો હતો. તેણે લૌઝેન ડાયમંડ લીગ 2024માં 89.49 મીટરનો થ્રો કરીને બીજો નંબર મેળવ્યો છે.
જણાવી દઈએ કે નીરજ ચોપરા 89.49 મીટરના સિઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજા ક્રમે રહ્યો. ભારતનું ગૌરવ નીરજ સંપૂર્ણ ફીટ ન હોવા છતાં અંતિમ પ્રયાસમાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ફરી એકવાર 90 મીટરના અંતરથી ચૂકી ગયો પરંતુ એન્ડરસન પીટર્સે મીટિંગ રેકોર્ડ તોડ્યો અને 90.61 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. એવું લાગે છે કે ચોપરા ટૂંક સમયમાં 90 મીટરનો માઈલસ્ટોન હાંસલ કરશે.
જેકબ વેડલેજ અને નીરજને દિવસની પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. નીરજે 82.10 મીટરના થ્રોથી શરૂઆત કરી હતી અને રાઉન્ડ 1ના અંતે ચોથા સ્થાને હતો. એન્ડરસન પીટર્સે 86.36 ના પ્રભાવશાળી થ્રો સાથે પ્રારંભિક લીડ મેલવી લીધી હતી. જેકબ વેડલેજે શરૂઆતમાં સંઘર્ષ કર્યો.






