T20 Cup 2024: નેપાળના યુવા ધૂંરધરો વિશ્વકપ રમવા તૈયાર, 15 સભ્યોની ટીમની થઈ જાહેરાત
ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે, જેમાં નેપાળ પણ સામેલ છે. નેપાળે T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
નેપાળની ટીમ તેની પ્રથમ મેચ 4 જૂને નેધરલેન્ડ સામે રમશે
રોહિત પૌડેલ 15 સભ્યોની નેપાળ ટીમનું સુકાન સંભાળશે. નેપાળની ટીમ તેની પ્રથમ મેચ 4 જૂને નેધરલેન્ડ સામે રમશે. ટીમમાં ગુલશન ઝા પણ સામેલ છે, જેણે આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કરણ કેસી અને સોમપાલ કામી પણ ટીમમાં સામેલ છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે નેપાળની ટીમ: રોહિત પૌડેલ (કેપ્ટન), આસિફ શેખ, અનિલ કુમાર સાહ, કુશલ ભુર્ટેલ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરે, લલિત રાજવંશી, કરણ કેસી, ગુલશન ઝા, સોમપાલ કામી, પ્રતિસ જીસી, સંદીપ જોરા, અવિનાશ બોહરા, સાગર ધકાલ, કમલસિંહ એરી.
દિપેન્દ્ર સિંહ એરીનામે ખાસ રેકોર્ડ
દિપેન્દ્ર સિંહ એરીના નામે ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે. દીપેન્દ્રએ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં મોંગોલિયા સામે માત્ર 9 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે મેચમાં નેપાળે ત્રણ વિકેટે 314 રન બનાવ્યા હતા, જે T20 ક્રિકેટના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર છે. આ પછી નેપાળે મંગોલિયાને 273 રનથી હરાવ્યું, જે T20 ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી જીત છે.






