મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

દુલીપ ટ્રોફી: મુશીર ખાને સચિન તેડુંલકરનો 33 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

દુલીપ ટ્રોફીનો 5 સપ્ટેમ્બરથી આરંભ થઈ ગયો છે. ત્યારે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિમમાં ઈન્ડિયા-A અ

દુલીપ ટ્રોફી: મુશીર ખાને સચિન તેડુંલકરનો 33 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

દુલીપ ટ્રોફીનો 5 સપ્ટેમ્બરથી આરંભ થઈ ગયો છે. ત્યારે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિમમાં ઈન્ડિયા-A અને ઈન્ડિયા-B વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છે. ઈન્ડિયા-Aએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  જેમાં દુલીપ ટ્રોફીમાં ડેબ્યુ કરી રહેલા ઈન્ડિયા-A તરફથી રમતા સરફરાજ ખાનના ભાઈ મુશીર ખાને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેડુંલકરનો 33 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 

તેંડુલકરે 1991માં ડેબ્યુ મેચમાં 159 રન બનાવ્યા હતા

સચિન તેંડુલકરે 1991માં પૂર્વ ઝોન સામે પશ્ચિમ ઝોન તરફથી રમતી વખતે શાનદાર 159 રન બનાવ્યા હતા. ત્યારે આજે મુશીર ખાને દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં 181 રન બનાવ્યા હતા. 

મુશીર ખાને ડેબ્યુ મેચમાં 181 રન ફટકાર્યા

સરફરાઝ ખાનના નાના ભાઈએ શુબમન ગિલની કેપ્ટનશીપવાળી ઈન્ડિયા A સામે આક્રમક બેટિંગ કરી હતી. તેણે 373 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 181 રન ફટકાર્યા હતા.  દુલીપ ટ્રોફી ડેબ્યૂ મેચમાં કોઈપણ ખેલાડીનો આ ચોથો શ્રેષ્ઠ સ્કોર છે.

દુલીપ ટ્રોફીમાં ડેબ્યુ ખેલાડીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

બાબા અપરાજિતઃ 212 રન
વિનોદ કાંબલી: 208 રન
યશ ધુલ: 193 રન
મુશીર ખાન: 181 રન
અજિંક્ય રહાણે: 172 રન
સચિન તેંડુલકર: 159 રન

આ સમાચાર શેર કરો