Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : MP Pappu Yadav's son will also play in IPL, KKR included him in their team in the mini auction

Sports: સાંસદ પપ્પુ યાદવનો દીકરો પણ IPLમાં રમશે, ઓક્શનમાં KKR પોતાની ટીમમાં કર્યો સામેલ

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sports: સાંસદ પપ્પુ યાદવનો દીકરો પણ IPLમાં રમશે, ઓક્શનમાં KKR પોતાની ટીમમાં કર્યો સામેલ
સોર્સ : GSTV

અબુ ધાબીના એતિહાદ એરીનામાં આજે (16 ડિસેમ્બર) યોજાયેલી IPL-2026ના મીની ઓક્શનમાં ભારતીય ક્રિકેટર અને લોકસભા સાંસદ પપ્પુ યાદવના પુત્ર સાર્થક રંજન પર સફળ બોલી લાગી છે. સાર્થકને ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શાહરૂખ ખાનની સહ-માલિકીવાળી કેકેઆર ટીમમાં સાર્થકની આ પ્રથમ વખત એન્ટ્રી થઈ છે.

App Store

પપ્પુ યાદવ પૂર્ણિયા લોકસભા બેઠક પરથી સાંસદ

સાર્થક રંજન રાજકારણી પરિવારમાંથી આવે છે. તેમના પિતા પપ્પુ યાદવ પૂર્ણિયા લોકસભા બેઠક પરથી સાંસદ છે, જ્યારે તેમના માતા રણજીત રંજન કોંગ્રેસના ટિકિટ પર છત્તીસગઢમાંથી રાજ્યસભા સાંસદ છે. 29 વર્ષીય સાર્થકે ગયા વર્ષે માર્ચમાં કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યા બાદ ખૂબ ચર્ચામાં આવ્યો હતો.

11 મેચમાં ચાર અડધી સદી ફટકારી 495 રન નોંધાવ્યા

સાર્થક રંજને દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025માં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક ઓપનિંગ બેટ્સમેન તરીકે તેણે 11 મેચોની 10 ઇનિંગ્સમાં 55ની એવરેજથી 495 રન બનાવ્યા હતા, જેમાં ચાર અડધી સદી સામેલ છે. ડીપીએલ 2025માં તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં બીજા ક્રમે છે.

સાર્થકે 2018માં હૈદરાબાદ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું

જોકે, સાર્થકનો દિલ્હી તરફથી સ્થાનિક ક્રિકેટનો રેકોર્ડ સાધારણ રહ્યો છે. તેણે અત્યાર સુધી દિલ્હી માટે બે ફર્સ્ટ ક્લાસ, ચાર લિસ્ટ-A અને પાંચ ટી20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9.33ની સરેરાશથી 28 રન બનાવ્યા છે, જ્યારે લિસ્ટ-Aમાં 26.25ની સરેરાશથી 105 રન અને ટી20 ક્રિકેટમાં 13.20ની સરેરાશથી 66 રન નોંધાવ્યા છે. સાર્થકે નવેમ્બર 2018માં હૈદરાબાદ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું. IPLમાં જોડાવાથી હવે એ જોવું રસપ્રદ રહેશે કે આગામી સિઝનમાં KKR માટે સાર્થકને કેટલી મેચોમાં રમવાની તક મળે છે.