Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Know which player won the Man Of The Match title in the fourth Test,

જાણો કયા ખેલાડીએ જીત્યો ચોથી ટેસ્ટમાં Man Of The Matchનો ખીતાબ, શુભમન અને જાડેજાને પણ પાડ્યા પાછળ!

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
જાણો કયા ખેલાડીએ જીત્યો ચોથી ટેસ્ટમાં Man Of The Matchનો ખીતાબ, શુભમન અને જાડેજાને પણ પાડ્યા પાછળ!
સોર્સ : Google

IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટર ટેસ્ટમાં જ્યારે ભારત પર હારની તલવાર લટકી રહી હતી ત્યારે ક્રિકેટ રસિયાઓ ગભરાઈ ગયા હતા. કોઈને આશા નહોતી કે ભારત આખરે બાઝી મારશે. મેચમાં 5 સેશની રમત બાકી હતી અને ભારતે બીજી ઈનિંગમાં ખાતું પણ નહોતું તે વખતે જ યશસ્વી જયસ્વાલ તથા સાઈ સુદર્શનના રૂપમાં બે સારા ખેલાડીઓ નીકળી ગયા હતા. રિષભ પંત  બેટિંગ કરશે કે નહીં તે અંગે કંઈ સ્પષ્ટ ન હતું. 

App Store

આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની પકડ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી. જો કે આ બધાથી વિપરીત જઈને ભારતીય બેટ્સમેનોએ સારી એવી બેટિંગ કરી અને મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યા.  કેપ્ટન શુભમન ગિલ ઉપરાંત રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ચોથી ઈનિંગમાં સદી ફટકારી. જોકે તેમ છતાં 'Player of The Match'નો એવોર્ડ આ ત્રણેય ખેલાડીઓમાંથી કોઈને ન મળ્યો.

કોને મળ્યો Player of The Matchનો એવોર્ડ?

માનચેસ્ટર ટેસ્ટમાં Player of The Matchનો એવોર્ડ યજમાન ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને આપવામાં આવ્યો. બેન સ્ટોક્સ પાંચ વિકેટ હોલ‌ લેવાની સાથે-સાથે ભારત સામે આ મેચમાં 141 રનોની શાનદાર ઈનિંગ પણ રમ્યો હતો. 

બેન સ્ટોકસના ટેસ્ટ કરિયરનો આ 12મો Player of The Match એવોર્ડ છે. તે ઇંગ્લેન્ડ માટે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ POTM એવોર્ડ જીતનારા ખેલાડીઓની લિસ્ટમાં સંયુક્ત રૂપે બીજા નંબર પર પહોંચી ગયો છે. આ ઉપરાંત ઈયાન બૉથોને પણ પોતાના કરિયરમાં આટલા જ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે. બીજી તરફ આ લિસ્ટમાં સ્ટાર બેટ્સમેન જો રૂટ 13 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ્સની સાથે પ્રથમ નંબર પર છે.

બેન સ્ટોક્સ માટે સીરિઝ રહી શાનદાર 

બેન સ્ટોક્સ માટે બોલ અને બેટ બંનેથી જ આ સીરિઝ શાનદાર રહી. તે ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો પહેલો એવો કેપ્ટન બન્યો છે જેણે એક સીરિઝમાં 300થી વધુ રન બનાવવાની સાથે-સાથે 15થી વધુ વિકેટ પણ ખેરવી છે. તેનું નામ ઇતિહાસના પાનામાં સુવર્ણ શબ્દોમાં લખાશે.