Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Know Boxing Day Test History

Boxing Day Test / શું હોય છે બોક્સિંગ ડે ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં જ શા માટે રાખે છે આ મેચ?

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
Boxing Day Test / શું હોય છે બોક્સિંગ ડે ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં જ શા માટે રાખે છે આ મેચ?

ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં મેલબર્નમાં એકબીજાનો સામનો કરશે. મેલબર્નમાં રમાનારી સિરીઝની ચોથી ટેસ્ટ 'બોક્સિંગ ડે ટેસ્ટ' હશે. બોક્સિંગ ડે ટેસ્ટ દર વર્ષે 26 ડિસેમ્બરથી શરૂ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી મેચ પણ 26મી ડિસેમ્બરથી રમાવાની છે. પરંતુ શું તમે જાણો છો કે બોક્સિંગ ડે ટેસ્ટ કોને કહેવાય છે અને ઓસ્ટ્રેલિયા તે મેચ મેલબર્નમાં જ શા માટે રાખે છે. ચાલો આજે બોક્સિંગ ડે ટેસ્ટના ઈતિહાસ પર એક નજર કરીએ.

App Store

આ પણ વાંચો: IND vs AUS / ભારત સામેની છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં થયા ફેરફાર, આ ખેલાડીઓને મળી તક

બોક્સિંગ ડે નામ કેવી રીતે પડ્યું?

બોક્સિંગ ડે ટેસ્ટનો ઈતિહાસ જાણતા પહેલા, ચાલો જાણીએ કે બોક્સિંગ ડે નામ કેવી રીતે પડ્યું. બોક્સિંગ ડે ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને અન્ય ઘણા દેશો દ્વારા ઉજવવામાં આવે છે. બોક્સિંગ ડે પાછળ ઘણી માન્યતાઓ છે. આ માન્યતાઓમાંની એક એવી છે કે જે લોકો ક્રિસમસ પર રજા લીધા વિના કામ કરે છે તેઓને બીજા દિવસે રજા આપવામાં આવે છે અને ગિફ્ટ તરીકે એક બોક્સ આપવામાં આવે છે. આ કારણે 26 ડિસેમ્બરને બોક્સિંગ ડે કહેવામાં આવે છે.

બોક્સિંગ ડે ટેસ્ટનો ઈતિહાસ

હવે તમે સમજી જ ગયા હશો કે 26 ડિસેમ્બરને બોક્સિંગ ડે કેમ કહેવામાં આવે છે. આ દિવસથી શરૂ થતી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટનો ઈતિહાસ દાયકાઓ જૂનો છે. 1950માં એશિઝ સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબર્નમાં પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ હતી. ત્યારથી, ઓસ્ટ્રેલિયા દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરે છે. જોકે, 1984, 1988 અને 1994માં બોક્સિંગ ડે ટેસ્ટ યોજાઈ શકી ન હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ક્રિસમસ પહેલા ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સિવાય ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પણ દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ રમે છે.

દર વર્ષે મેલબર્નમાં જ શા માટે રમાય છે બોક્સિંગ ડે ટેસ્ટ?

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ 1950માં ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ શેફિલ્ડ શીલ્ડ પણ આ મેદાન પર વર્ષ 1892માં બોક્સિંગ ડે પર પ્રથમ વખત રમાઈ હતી. 1980થી, અહીં દર વર્ષે નિયમિતપણે બોક્સિંગ ડે ટેસ્ટ રમાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ (બોક્સિંગ ડે ટેસ્ટ) પણ મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની છે.