LSG vs CSK: કેએલ રાહુલ અને ગાયકવાડને આ ભૂલને કારણે થયો લાખોનો દંડ, IPL 2024માં પહેલીવાર બની આવી ઘટના
IPL 2024 ની 34મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ

IPL 2024 ની 34મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સ્લો ઓવરરેટ બદલ બંને ટીમના કેપ્ટન - કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડને 12-12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2024માં આ પહેલીવાર બન્યું છે જ્યારે એક જ મેચમાં બંને કેપ્ટન પર આટલો દંડ ફટકારવામાં આવ્યો હોય. આ સિઝનમાં બંને કેપ્ટનોની આ પહેલી ભૂલ હોવાને કારણે તેમને આ દંડ ફટકાર્યો છે. જો તેઓ આ સિઝનમાં આ ભૂલનું પુનરાવર્તન કરશે તો દંડની રકમ વધી જશે. અને ત્રીજી વખત ભૂલ કરવા બદલ બંને કેપ્ટનોને એક- એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
જણાવી દઈએ કે, IPL 2024માં સ્લો ઓવર રેટના કારણે ઋષભ પંત પર બે વખત અને સંજુ સેમસન, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને એક-એક વખત દંડ ફટકારવામાં આવ્યો છે.
BCCI દ્વારા પણ આ બાબતની પુષ્ટિ કરાઈ છે કે ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડને આ દંડ ફટકારાયો છે. જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો આ પહેલો ગુનો છે, જો ટીમો બીજી વખત આવી ભૂલ કરે છે તો બંને કેપ્ટનને 12 લાખ રૂપિયાના બદલે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને ટીમના અન્ય ખેલાડીઓને પણ સજા ભોગવવી પડશે. જો આ ભૂલ બીજી વખત થશે તો ટીમના બાકીના ખેલાડીઓને પણ રૂપિયા 6 લાખ અથવા મેચ ફીના 25% (બેમાંથી જે ઓછું હોય તે) દંડ કરવામાં આવશે.




