મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

હૈદરાબાદને હરાવી કોલકાતા બન્યું IPL 2024માં ચેમ્પિયન, 10 વર્ષ બાદ ટાઈટલ જીત્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2024)ની ફાઈનલ મેચ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને

હૈદરાબાદને હરાવી કોલકાતા બન્યું IPL 2024માં ચેમ્પિયન, 10 વર્ષ બાદ ટાઈટલ જીત્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2024)ની ફાઈનલ મેચ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ  અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને  113 રનમાં સમેટાઈ ગઈ હતી.  કોલકાતાએ 114 રનના ટાર્ગેટને 10.3 ઓવરમાં પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી.  આ સાથે આઈપીએલ 2024માં ચેમ્પિયન ટીમ બની ગઈ છે. 

114 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. સુનીલ નારાયણ 6 રન બનાવીને કમિન્સનો શિકાર બન્યો હતો. જોકે, બાદમાં રહેમાનુલ્લા ગુરબાઝ અને વેંકટેશ અય્યર 70થી વધુ રનની ભાગીદારી કરી હતી. 

હૈદરાબાદ ટીમના બેટરો પાણીમાં બેસી ગયા 

કોલકાતાના બોલરો સામે હૈદરાબાદ ટીમના બેટરો પાણીમાં બેસી ગયા હતા.  પાંચ ખેલાડી તો ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહોતા. અભિષેક શર્મા (2 રન), ટ્રેવિસ હેડ (0 રન) શાહબાઝ અહેમદ (8 રન),  રાહુલ ત્રિપાઠી (9 રન) અને અબ્દુલ સમદ(4) રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણાએ બે-બે વિકેટ ખેરવી અને આન્દ્રે રસેલે ત્રણ વિકેટ ઝડપી હતી.

કોલકાતા ગંભીરની કેપ્ટનશિપમાં બે વાર ચેમ્પિયન બન્યું હતું

આઈપીએલમાં કોલકાતા ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં અત્યાર સુધીમાં બે વાર ચેમ્પિયન બન્યું હતું. જેમાં કોલકાતા 2012 અને 2014માં ફાઈનલમાં ચેઝ કરીને જ ટાઇટલ જીત્યું હતું.  ત્યારબાદ કોલકાતા 2021માં  મોર્ગની કેપ્ટનશીપ હેઠળ ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ ચેન્નાઈ સામે હાર થઈ હતી. ત્યારે આજે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બન્યું છે. આમ કોલકાતાએ આઈપીએલના ઇતિહાસમાં ત્રણ વાર ટાઈટલ જીત્યું છે. 

KKRએ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો

KKRએ IPL 2024ની હરાજીમાં 24.75 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચીને સ્ટાર્કને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે સ્ટાર્ક માત્ર IPL 2024માં જ નહીં પરંતુ IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

સનરાઇઝર્સ હૈદરાબાદ:  ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.

કોલકાતા નાઈટ રાઈડર્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

આ સમાચાર શેર કરો