Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kieron Pollard creates history with catches in T20

કિરોન પોલાર્ડે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર વિશ્વમાં એકમાત્ર ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
કિરોન પોલાર્ડે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર વિશ્વમાં એકમાત્ર ખેલાડી
સોર્સ : GOOGLE

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન અને T20 દિગ્ગજ 38 વર્ષીય ખેલાડી કિરોન પોલાર્ડે ઇતિહાસ રચ્યો છે. પોલાર્ડ T20 ક્રિકેટમાં 400 કેચ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. પોલાર્ડે પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સ અને ગયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે CPL 2025ની ફાઇનલમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સ તરફથી રમતા છેલ્લી મેચમાં 4 કેચ ઝડપ્યા હતા. આમ T20 ક્રિકેટમાં 400 કેચના સિમાચિહ્ને પાર કર્યો છે. અન્ય ખેલાડીઓ તેની નજીકના માઈલ સ્ટોન ઉપર નથી.

App Store

ફાઇનલમાં કુલ 4 કેચ લીધા
38 વર્ષીય પોલાર્ડને આ ઐતિહાસિક રેકોર્ડ સુધી પહોંચવા ત્રણ કેચની જરૂર હતી, જે તેણે ભારતીય મૂળના બોલર સૌરભ નેત્રાવલકરની બોલિંગ પર ડ્વેઈન પ્રિટોરિયસનો કેચ કરીને હાંસલ કર્યો. જણાવી દઈએ કે, T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપવા મામલે પોલાર્ડની નજીક નથી. ડેવિડ મિલર ૩૨૧ કેચ સાથે બીજા ક્રમે છે. જોસ બટલર 287 કેચ સાથે ટી20માં ત્રીજા નંબરે  આવે છે. 
 
T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝપડનારા પ્લેયર
૪૦૧* – કિરોન પોલાર્ડ (૨૦૦૬-૨૦૨૫), ૭૦૮ ઇનિંગ્સ
૩૨૧ – ડેવિડ મિલર (૨૦૦૮-૨૦૨૫), ૫૩૧ ઇનિંગ્સ (વિકેટકીપર તરીકે ૧ કેચ)
૨૮૭ – જોસ બટલર (૨૦૦૯-૨૦૨૫), ૪૬૫ ઇનિંગ્સ (વિકેટકીપર તરીકે ૨૦૪ કેચ)
૨૮૬ – ક્વિન્ટન ડી કોક (૨૦૧૧-૨૦૨૫), ૪૦૪ ઇનિંગ્સ (વિકેટકીપર તરીકે ૨૬૮ કેચ)
૨૭૫ – ડ્વેન બ્રાવો (૨૦૦૬-૨૦૨૪), ૫૭૩ ઇનિંગ્સ
નેત્રાવલકરની શાનદાર બોલિંગ

ગયાના એમેઝોન વોરિયર્સ ધીમી પિચ પર બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ફક્ત ૧૩૦/૮ જ બનાવી શક્યું. નેત્રાવલકરે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી. વોરિયર્સ માટે ડ્વેઇન પ્રિટોરિયસ અને રોમારિયો શેફર્ડે અંતમાં કેટલાક ઝડપી રન ઉમેર્યા અને સ્કોર 130 સુધી પહોંચાડ્યો હતો.