Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Joe Root achieved this feat for the first time in his Test career

AUS vs ENG / જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી વખત કર્યું આ કારનામું, બીજી ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
AUS vs ENG / જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી વખત કર્યું આ કારનામું, બીજી ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. આ મેચમાં જો રૂટે પોતાની 40મી ટેસ્ટ સદી ફટકારી છે. આ પહેલીવાર છે જ્યારે રૂટે ઓસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. જો રૂટ હવે ઐતિહાસિક ગાબા ખાતે ટેસ્ટ સદી ફટકારનાર આઠમો અંગ્રેજી ક્રિકેટર બન્યો છે. એન્ડ્રુ સ્ટ્રોસ અને ઈયાન બોથમ સહિત સાત ક્રિકેટર્સ આ પહેલા આવું કરી ચૂક્યા છે.

App Store

13 વર્ષમાં આ પહેલીવાર કર્યું આ કારનામું

જો રૂટે 2012માં ભારત સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. રૂટે સાત અલગ અલગ દેશોમાં સદી ફટકારી છે, પરંતુ તેણે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં સદી નહતી ફટકારી. ઓસ્ટ્રેલિયામાં તેનો હાઈએસ્ટ સ્કોર 89 રન હતો, પરંતુ હવે તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેની સદીના દુષ્કાળને સમાપ્ત કર્યો છે.

જો રૂટ હવે ઓસ્ટ્રેલિયામાં પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારવા માટે સૌથી વધુ ઈનિંગ્સ લેનારા ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે. રૂટે 30 ઈનિંગ્સ રાહ જોયા બાદ ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી છે. તેના પહેલા ઈયાન હીલી (41 ઈનિંગ્સ), બોબ સિમ્પસન (36 ઈનિંગ્સ), ગોર્ડન ગ્રીનિજ (32 ઈનિંગ્સ) અને સ્ટીવ વોન (32 ઈનિંગ્સ) એ પણ ઓસ્ટ્રેલિયામાં પોતાની પહેલી સદી ફટકારવા માટે લાંબી રાહ જોવી પડી હતી.

બીજી ટેસ્ટની સ્થિતિ

એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બીજી ટેસ્ટના પહેલા દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધી ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 325 બનાવ્યા છે. જો રૂટ 202 બોલમાં 135 રન બનાવીને અણનમ પરત ફર્યો છે. જ્યારે જોફ્રા આર્ચર 26 બોલમાં 32 રન બનાવીને અણનમ છે. જો રૂટે તેની 40મી ટેસ્ટ સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવામાં રૂટ હાલમાં ચોથા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ-5 ખેલાડીની યાદીમાં સચિન તેંડુલકર (51), જેક્સ કાલિસ (45) અને રિકી પોન્ટિંગ (41) અને કુમાર સંગાકારા (38) સામેલ છે.