મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ ખેલાડી ભારતીય ટીમનો કેપ્ટન હશે, જય શાહે કરી જાહેરાત

ટી-20 વર્લ્ડકપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનારા કેપ્ટન રોહિત શર્માને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે

ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ ખેલાડી ભારતીય ટીમનો કેપ્ટન હશે, જય શાહે કરી જાહેરાત

ટી-20 વર્લ્ડકપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનારા કેપ્ટન રોહિત શર્માને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે રોહિત શર્મા જ વર્ષ 2025માં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેપ્ટન હશે. 

જય શાહે કહ્યું કે 2024-25માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં પણ રોહિત શર્મા જ કેપ્ટન હશે.

જય શાહે શું કહ્યું?

જય શાહે કહ્યું, "ભારતીય ટીમની ઐતિહાસિક જીત માટે શુભકામનાઓ. આ જીતને હું રાહુલ દ્રવિડ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને ડેડિકેટ કરવા માંગુ છું. આ જીત બાદ બીજો પડાવ WTC ફાઇનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે. મને પુરો વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમે આ બન્ને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું. તમારા બધાનો આભાર." મહત્ત્વપૂર્ણ છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.

આ સમાચાર શેર કરો