મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / રોહિત શર્માના ટીમમાંથી બહાર થવા પર જસપ્રીત બુમરાહની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ શરૂ થવાના એક દિવસ પહેલા એ વાતની પુષ્ટિ થઈ હતી કે રોહિત શર્મા સિરી

IND vs AUS / રોહિત શર્માના ટીમમાંથી બહાર થવા પર જસપ્રીત બુમરાહની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ શરૂ થવાના એક દિવસ પહેલા એ વાતની પુષ્ટિ થઈ હતી કે રોહિત શર્મા સિરીઝની છેલ્લી મેચમાં નહીં રમે. તેના સ્થાને, જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી રહ્યો છે, જેની હેઠળ ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પર્થ ટેસ્ટ 295 રનથી જીતી હતી. રોહિત શર્માને પડતો મુકવાનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ હવે જસપ્રિત બુમરાહે આ વિષય પર નિવેદન આપ્યું છે. સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડનો ઇતિહાસ દર્શાવે છે કે અહીં પહેલા બેટિંગ કરવી વધુ સારું છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચાશે! બુમરાહ સિડનીમાં કંઈક એવું કરશે જે ભારતીય ક્રિકેટમાં ક્યારેય બન્યું નથી

ટોસ સમયે જસપ્રિત બુમરાહે રોહિત શર્માના વિષય પર કહ્યું, "અમે હારમાંથી શીખ મેળવી છે, અમે આ મેચમાં વધુ સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ. અમારા કેપ્ટન રોહિત શર્માએ લીડરશિપ સ્કિલ બતાવી છે અને અઆ મેચમાં આરામ લીધો છે. જે દર્શાવે છે કે ટીમની અંદર અહંકાર જેવી કોઈ વસ્તુ નથી, અમે જે ટીમના હિતમાં હશે તે કરવાનો પ્રયાસ કરીશું."

પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી

તમને જણાવી દઈએ કે રોહિત શર્માના ડ્રોપને કારણે કેએલ રાહુલે સિડની ટેસ્ટમાં ઓપનિંગ કરી છે. શુભમન ગિલ ત્રીજા સ્થાને બેટિંગ કરવા પરત ફર્યો છે. બીજી તરફ સિડની ટેસ્ટ શરૂ થવાના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે આકાશદીપ કમરના દુખાવાની બીમારીથી પીડાઈ રહ્યો છે. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.

રોહિત શર્માએ જ હેડ કોચ ગૌતમ ગંભીર અને સિલેક્ટર અજીત અગરકરને કહ્યું હતું કે તે સિડની ટેસ્ટમાંથી બ્રેક લઈ રહ્યો છે. પરંતુ તે પછી એક અહેવાલ સામે આવ્યો કે BCCIના એક સભ્યએ ગંભીરને સિડની ટેસ્ટમાં રોહિત શર્માને રમાડવાની માંગ કરી હતી, પરંતુ કોચે આ માંગને ફગાવી દીધી હતી.

આ સમાચાર શેર કરો