મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICC ચેરમેનનો પદભાર સંભાળતા જય શાહને મળશે આટલો પાવર, જાણો કેટલી હશે સેલેરી?

BCCIના સેક્રેટરી જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અર્થાત ICCના સૌથી મોટા પદે નિમણૂંક કરાઈ છે. ત

ICC ચેરમેનનો પદભાર સંભાળતા જય શાહને મળશે આટલો પાવર, જાણો કેટલી હશે સેલેરી?

BCCIના સેક્રેટરી જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અર્થાત ICCના સૌથી મોટા પદે નિમણૂંક કરાઈ છે. તેઓ ડિસેમ્બરમાં આગામી ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. ક્રિકેટની ગ્લોબલ ગવર્નિંગ બોડી આઈસીસીએ મંગળવારે જાહેરાત આની જાહેરાત કરતા કહ્યું કે, આ હાઈપ્રોફાઈલ પોસ્ટ માટે એકમાત્ર નામાંકિત વ્યક્તિ હોય જય શાહ કોઈપણ વિરોધ વિના આ પદ માટે ચૂંટાઈ આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વર્તમાન ICC ચેરમેન ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થતાં જય શાહ 1 ડિસેમ્બર, 2024થી ICC અધ્યક્ષ પદ સંભાળશે.

જય શાહ ICC ચેરમેન બનતાંની સાથે જ ચર્ચા થઈ રહી છે કે તેમનો પાવર શું હશે અને કેટલી સેલેરી મળશે. જણાવી દઈએ કે તેમના પાવરમાં અનેકગણો વધારો થશે. ICC ચેરમેનની શક્તિઓ અને નિર્ણય લેવાની ક્ષમતાઓ ક્રિકેટના વૈશ્વિક માળખા પર વ્યાપક અસર કરે છે. તેમની નેતૃત્વ કૌશલ્ય, નિર્ણય લેવાની ક્ષમતા અને વિવાદોને ઉકેલવાની ક્ષમતા સંબંધોને મજબૂત બનાવે છે તેમજ રમતની વિશ્વસનીયતા અને લોકપ્રિયતા જાળવી રાખે છે.

ICCમાં જય શાહને કેટલો પગાર મળશે?

ક્રિકેટના વૈશ્વિક બોર્ડ આઈસીસીના ચેરમેન બન્યા બાદ પણ જય શાહને કોઈ પગાર નહીં મળે. ICCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ICC ચેરમેન, ICC વાઇસ ચેરપર્સન, ડિરેક્ટરો (જ્યાં લાગુ હોય) સમયાંતરે જુદા જુદા ભથ્થા મળે છે. ICC અધિકારીઓને મીટિંગ અને અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપવા બદલ ભથ્થું ચુકવાય છે પરંતુ તેની કોઈ ચોક્કસ માહિતી નથી.

ICC અધ્યક્ષની સત્તાઓ અને જવાબદારીઓ

ક્રિકેટની દુનિયામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આઈસીસી ચેરમેન ક્રિકેટને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર રજૂ કરે છે. ક્રિકેટ સંબંધિત નીતિ નિયમો લાગુ કરવા ઉપરાંત સભ્ય દેશો સાથેના સંબંધોને પણ મજબૂત બનાવે છે. ચેરમેન બોર્ડની વિવિધ બેઠકોની અધ્યક્ષતા કરે છે. ICC ચેરમેન વિવિધ વિવાદો અને વિવાદાસ્પદ નિર્ણયોમાં મધ્યસ્થી પણ કરે છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નિષ્પક્ષતા અને પારદર્શિતા જાળવવામાં મદદ કરે છે.

35 વર્ષીય જય શાહ ICC માટે પસંદ થનાર પાંચમા ભારતીય બન્યા છે. અગાઉ જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર આ પદે રહી ચૂક્યા છે. જગમોહન દાલમિયા અને શરદ પવાર ICCના પ્રેસિડેન્ટ હતા જ્યારે એન શ્રીનિવાસન અને શશાંક મનોહર ICCના ચેરમેન પદે હતા.

આ સમાચાર શેર કરો